આ અંગે ED દ્વારા એક અરજી દાખલ કરવામાં આવી હતી, જેના અનુસંધાને મુંબઈની વિશેષ અદાલતે હીરા વ્યાપારી નીરવ મોદીને ભાગેડુ આર્થિક અપરાધી જાહેર કર્યો છે.
નીરવ મોદી સામે પંજાબ નેશનલ બેંકમાંથી બે અબજ અમેરિકન ડોલરની છેતરપિંડી કરવાના સંદર્ભમાં કાર્યવાહી ચાલી રહી છે. નીરવ મોદી વિજય માલ્યા બાદ બીજો એવો વ્યાપારી છે. જેને નવા ભાગેડુ આર્થિક અપરાધી અધિનિયમ (PMLA) અંતર્ગત ભાગેડુ આર્થિક અપરાધી જાહેર કરવામાં આવ્યો છે.
PMLA અધિનિયમ ગત વર્ષ ઓગસ્ટ મહિનાથી અમલમાં આવ્યો છે. નીરવ મોદી અને તેના અંકલ મેહુલ ચોકસી પંજાબ નેશનલ બેંક કૌભાંડના મામલામાં મુખ્ય આરોપી છે. જે ગેરંટી લેટર ઈશ્યૂ કરવાના કથિત છેતરપિંડી સાથે સંબંધિત છે. જેના કારણે સરકારી બેંકને બે અબજ અમેરિકન ડોલરનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, નીરવ મોદીની લંડનમાં ધરપકડ કરવામાં આવી હતી, જેને હાલમાં ભારત પરત લાવવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.