ETV Bharat / business

શેરબજારમાં નવો રેકોર્ડઃ સેન્સેક્સ અને નિફટી ઐતિહાસિક નવી ઊંચાઈએ

મુંબઈઃ શેરબજારમાં આજે નવો રેકોર્ડ સર્જાયો છે. સેન્સેક્સ 40,000 અને નિફટી 12,000ની સપાટી ઉપર ઐતિહાસિક નવી ઊંચી સપાટીએ બંધ રહ્યા છે. કેન્દ્રમાં મોદી સરકારની રચના, સ્પષ્ટ બહુમતી ધરાવતી સરકાર રચાઈ અને નાણાપ્રધાન પદે નિર્મલા સીતારમન, જે સમાચાર પછી શેરબજારમાં નવા વિશ્વાસનું વાતાવરણ સર્જાયું છે. સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારમાં ઑલરાઉન્ડ લેવાલી આવી હતી. પરિણામે ટ્રેડિંગ સેશનને અંતે મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 553.42(1.39 %) ઉછળી 40 હજારની અતિમહત્વની સપાટી કૂદાવી 40,267.62 ઐતિહાસિક નવી ઊંચી સપાટીએ બંધ રહ્યો હતો. તેમજ નિફટી ઈન્ડેક્સ 165.75 (1.39 %) ઉછળી 12,088.55 લાઈફ ટાઈમ હાઈ બંધ થયો હતો.

શેરબજારમાં નવો રેકોર્ડઃ સેન્સેક્સ અને નિફટી ઐતિહાસિક નવી ઊંચાઈએ
author img

By

Published : Jun 3, 2019, 4:54 PM IST

ઓટોમોબાઈલ કંપનીઓનો પ્રોત્સાહક દેખાવ અને મે મહિનામાં ઈન્ફ્રાસ્ટ્રકચર કંપનીઓના ઉત્સાહજનક આંકડા પછી શેરબજારમાં તેજીવાળા ખેલાડીઓની ભારે લેવાલી આવી હતી. જેથી સેન્સેક્સ અને નિફટીએ નવો ઊંચાઈનો રેકોર્ડ સર્જ્યો હતો. 23 મેના રોજ સેન્સેક્સ 40,124.96નો આંકડો જોવાયો હતો. અને નિફટીએ 12,081.85નું લેવલ બતાવ્યું હતું. આજે સેન્સેક્સ અને નિફટીએ જૂના લેવલ ક્રોસ કર્યા હતા.

ચાલુ નાણાકીય વર્ષના મે મહિનામાં P.M.I વધીને 52.7 આવ્યો છે. જે સમાચાર પાછળ F.I.I.Aએ નવી લેવાલી કાઢી હતી.અને ખાસ કરીને ઈન્ડેક્સ આધારિત શેરોમાં ભારે લેવાલી આવી હતી. જો કે સામે G.D.P ઘટીને આવ્યો હોવા છતાં તેજીવાળા બુલિશ થયા હતા. 5 જુલાઈએ બેજટ રજૂ થનાર છે. જેમાં મોદી સરકાર નવા આર્થિક સુધારાને વધુ આગળ ધપાવવા માટે નવી યોજનાઓની જાહેરાત કરશે. તેમજ G.D.P ગ્રોથ વધે તે માટે નક્કર પગલા લેશે. જે આશાવાદ પાછળ શેરબજારમાં નવા વિશ્વાસનું વાતાવરણ જોવાયું હતું.

સૌથી વધુ ઊંચકાયેલા શેર

આજે હીરો મોટો 6.01 % ઉછળી રૂ. 2842.50, બજાજ ઓટો 3.92 % ઉછળી રૂ.3039.30, ઈન્ડુસઈન્ડ બેંક 3.70 % વધી રૂ.1663.85, એશિયન પેઈન્ટ 3.65 % વધી રૂ.1458 અને એચયુએલ 2.90 %વધી રૂ.1837 બંધ રહ્યો હતો.

સૌથી વધુ ગગડેલા શેર

આજે I.C.I.C.Iબેંક 0.13 ટકા ઘટી રૂ.422.85, N.T.P.C 0.11 ટકા ઘટી રૂ.133.05 અને I.T.C 0.04 ટકા ઘટી રૂ.278.55 બંધ થયા હતા.

કેટેગરી- હેડલાઈન, ટોપ ન્યૂઝ, બિઝનેસ, માર્કેટ

-----------------------------------------------------------

શેરબજારમાં નવો રેકોર્ડઃ સેન્સેક્સ અને નિફટી ઐતિહાસિક નવી ઊંચાઈએ

મુંબઈ- શેરબજારમાં આજે સોમવારે નવો રેકોર્ડ સર્જાયો છે. સેન્સેક્સ 40,000 અને નિફટી 12,000ની સપાટી કૂદાવીને ઉપર ઐતિહાસિક નવી ઊંચી સપાટીએ બંધ રહ્યા છે. કેન્દ્રમાં મોદી સરકારની રચના, સ્પષ્ટ બહુમતી ધરાવતી સરકાર રચાઈ અને નાણાપ્રધાન પદે નિર્મલા સીતારમન, જે સમાચાર પછી શેરબજારમાં નવા વિશ્વાસનું વાતાવરણ સર્જાયું છે. સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારમાં ઑલરાઉન્ડ લેવાલી આવી હતી. પરિણામે ટ્રેડિંગ સેશનને અંતે મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 553.42(1.39 ટકા) ઉછળી 40 હજારની અતિમહત્વની સપાટી કૂદાવી 40,267.62 ઐતિહાસિક નવી ઊંચી સપાટીએ બંધ રહ્યો હતો. તેમજ નિફટી ઈન્ડેક્સ 165.75(1.39 ટકા) ઉછળી 12,088.55 લાઈફ ટાઈમ હાઈ બંધ થયો હતો.

ઓટોમોબાઈલ કંપનીઓનો પ્રોત્સાહક દેખાવ અને મે મહિનામાં ઈન્ફ્રાસ્ટ્રકચર કંપનીઓના ઉત્સાહજનક આંકડા પછી શેરબજારમાં તેજીવાળા ખેલાડીઓની ભારે લેવાલી આવી હતી. જેથી સેન્સેક્સ અને નિફટીએ નવો ઊંચાઈનો રેકોર્ડ સર્જ્યો હતો. અગાઉ 23 મેના રોજ સેન્સેક્સ 40,124.96નો આંકડો જોવાયો હતો. અને નિફટીએ 12,081.85નું લેવલ બતાવ્યું હતું. આજે સેન્સેક્સ અને નિફટીએ જૂના લેવલ ક્રોસ કર્યા હતા.

ચાલુ નાણાકીય વર્ષના મે મહિનામાં પીએમઆઈ વધીને 52.7 આવ્યો છે, જે સમાચાર પાછળ એફઆઈઆઈએ નવી લેવાલી કાઢી હતી. અને ખાસ કરીને ઈન્ડેક્સ આધારિત શેરોમાં ભારે લેવાલી આવી હતી. જો કે સામે જીડીપી ઘટીને આવ્યો હોવા છતાં તેજીવાળા બુલિશ થયા હતા. પાંચ જુલાઈએ બેજટ રજૂ થનાર છે, જેમાં મોદી સરકાર નવા આર્થિક સુધારાને વધુ આગળ ધપાવવા માટે નવી યોજનાઓની જાહેરાત કરશે, તેમજ જીડીપી ગ્રોથ વધે તે માટે નક્કર પગલા લેશે, જે આશાવાદ પાછળ શેરબજારમાં નવા વિશ્વાસનું વાતાવરણ જોવાયું હતું.

સૌથી વધુ ઊંચકાયેલા શેર

આજે સોમવારે હીરો મોટો 6.01 ટકા ઉછળી રૂ. 2842.50, બજાજ ઓટો 3.92 ટકા ઉછળી રૂ.3039.30, ઈન્ડુસઈન્ડ બેંક 3.70 ટકા વધી રૂ.1663.85, એશિયન પેઈન્ટ 3.65 ટકા વધી રૂ.1458 અને એચયુએલ 2.90 ટકા વધી રૂ.1837 બંધ રહ્યો હતો.

સૌથી વધુ ગગડેલા શેર

આજે આઈસીઆઈસીઆઈ બેંક 0.13 ટકા ઘટી રૂ.422.85, એનટીપીસી 0.11 ટકા ઘટી રૂ.133.05 અને આઈટીસી 0.04 ટકા ઘટી રૂ.278.55 બંધ થયા હતા.

--
Regards,
Bharat Panchal
Bureau Chief
E TV Bharat Gujarat
B-507, Mondeal Heights, Near Iscon Cross Roads,
S. G. Highway, AHMEDABAD 380015
Mobile No. 81 40 36 90 90
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.