નવી દિલ્હીઃ ભારતીય રિઝર્વ બેન્કમાં થોડા ફેરફાર (Changes in the Reserve Bank of India) કરવામાં આવ્યા છે. હાલમાં જ RBIએ નવા એક્ઝિક્યૂટિવ ડિરેક્ટર્સ તરીકે અજય કુમાર ચૌધરી (Ajay Kumar Choudhary appointed as RBI ED) અને દિપક કુમારની નિમણૂક (Dipak Kumar appointed as RBI ED) કરી છે. RBIના જણાવ્યાનુસાર, બંને અધિકારીની નિમણૂક 3 જાન્યુઆરી 2021થી કરવામાં આવી છે.
આ પણ વાંચો- Omicron impact on Economic : માર્ચ ક્વાર્ટરમાં આર્થિક વૃદ્ધિને ઓમિક્રોનની અસર થઈ શકે છે : રિપોર્ટ
દિપક કુમાર RBIના ઈન્ફોર્મેશન ટેક્નોલોજી વિભાગના ચીફ તરીકે આપી રહ્યા હતા સેવા
RBIના એક્ઝિક્યૂટિવ ડિરેક્ટર બનતા પહેલા અજય ચૌધરી સેન્ટ્રલ બેન્કના સુપરવિઝન વિભાગના ચીફ જનરલ મેનેજર ઈનચાર્જ તરીકે સેવા આપી રહ્યા હતા. જ્યારે દિપક કુમાર RBIના ઈન્ફોર્મેશન ટેકનોલોજી વિભાગના ચીફ (Dipak Kumar, as a IT Department Chief) તરીકે સેવા આપી રહ્યા હતા.
દિપક કુમાર દિલ્હી સ્કૂલ ઓફ ઈકોનોમિક્સના પૂર્વ વિદ્યાર્થી છે
દિલ્હી સ્કૂલ ઓફ ઈકોનોમિક્સના પૂર્વ વિદ્યાર્થી દિપક કુમાર વિદેશી વિનિમય વિભાગ, સંચાર વિભાગ અને ડિપોઝિટ ઈન્શ્યોરન્સ અને ક્રેડિટ ગેરન્ટી કોર્પોરેશન સહિત RBIની પેટા કંપનીઓની દેખરેખ રાખશે.
આ પણ વાંચો- Steps for Financial Health: તમારા નાણાકીય સ્વાસ્થ્યને નિયંત્રિત કરવા માટેના આ રહ્યા 6 પગલાં
અજય કુમાર દિલ્હી યુનિવર્સિટીના વિદ્યાર્થી છે
તો અજય કુમાર ચૌધરી દિલ્હી યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થી છે. તેઓ RBIના રિસ્ક મોનિટરિંગ, ફિનટેક અને ઈન્સ્પેક્શન વિભાગોનું ધ્યાન (New appointment in RBI) રાખશે.