નવી દિલ્હીઃ GST વિભાગે મોબાઇલ ફોન પરની GST 12 ટકાથી વધારીને 18 ટકા કરવાનો નિર્ણય કર્યો છે, આ વધારો પહેલી એપ્રિલથી લાગુ પડશે અને તેના કારણે મોબાઇલના ભાવમાં વધારો થશે. નાણાં પ્રધાન નિર્મલા સીતારમણએ શનિવારના રોજ મળેલી GSTની બેઠકમાં આ નિર્ણય લીધો હતો.
સીતારમનએ જણાવ્યું કે, જ્યારે વિમાનની સારસંભાળ અને તેની જરૂરિયાત માટેની GSTમાં 18 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યું છે. નાણાંપ્રધાને જણાવ્યું કે, પહેલી જુલાઇથી સમયાંતરે GST નહીં ચૂકવનારા પર વ્યાજ ચુકવવું પડશે. આ બેઠકમાં નાણાં રાજ્ય પ્રધાન અનુરાગ ઠાકુર સાથે વિવિધ પ્રધાનો અને અધિકારીઓ હાજર રહ્યાં હતાં.