કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ ફોનેટિક કીબોર્ડ હિન્દી, બંગાળી, તમિલ અને મરાઠી સહિત 10 ભારતીય ભાષાઓમાં છે. વપરાશકર્તાઓ કસ્ટમાઇઝ્ડ ઇન્ડિક હાર્ડવેર કીબોર્ડ અથવા કીબોર્ડમાં સ્ટીકર ખરીદ્યા વગર તેમની પસંદની ભાષાઓનો ઉપયોગ કરી શકશે.
કંપનીએ જણાવ્યું હતું કે નવા ટૂલ્સ માત્ર ગણતરીમાં જ નહીં, પરંતુ તે ભારતીય ભાષાઓમાં ટંકનની ઝડપ અને ચોકસાઈ સુધારવામાં મદદ કરશે. આ કીબોર્ડ દ્વારા ભારતીય આંકડાઓ જેવા પ્રાદેશિક પ્રતીકો બનાવવાનું પણ સરળ રહેશે. વિન્ડોઝ 10 અપડેટ સાથે આ કીબોર્ડ ઉપલ્બધ કરાયું છે.