- પસંદગીનાં મોડેલ પર રૂ. 34,000 નો વધારો કરવાની જાહેરાત
- એપ્રિલ 2021થી વાહનોનાં ભાવ વધારી ખર્ચનો કેટલોક ભાગ ગ્રાહકો પર નાંખશે
- ગયા વર્ષથી કંપનીનાં વાહનો પર કાચા માલનાં ખર્ચમાં વધારો જોવા મળ્યો
નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી કાર કંપની મારુતિ સુઝુકી ઇન્ડિયાએ સોમવારે કહ્યું હતું કે તેઓ કાચા માલનો ખર્ચ વધવાના કારણે તેની ભરપાઇ કરવા માટે આવતા મહિનાથી બધા મોડલનાં ભાવમાં વધારો કરશે. મારુતિએ શેર બજારને આપેલી સૂચનામાં કહ્યું હતું કે, ગયા વર્ષથી કંપનીનાં વાહનો પર કાચા માલનાં ખર્ચમાં વધારો જોવા મળ્યો છે.
આ પણ વાંચોઃ ભારતમાં આ વર્ષે પર્યાપ્ત વૃદ્ધિની આશા : મર્સિડીજ-બેંઝ
ખર્ચમા વધારો વિવિધ મોડલ માટે અલગ-અલગ હશે
કંપનીનાં કહેવા મુજબ, 'કંપની માટે જરૂરી થઇ ગયું છે કે તે એપ્રિલ 2021થી વાહનોનાં ભાવ વધારીને ખર્ચનો વધારાનો કેટલોક ભાગ ગ્રાહકો પર નાંખશે. નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, ખર્ચમા વધારો વિવિધ મોડલ માટે અલગ-અલગ હશે. જો કે કંપનીએ જણાવ્યું ન હતું કે તેઓ આવતા મહિનાથી વાહનોની કિંમતમાં કેટલો વધારો કરશે. આ પહેલા, મારુતિ સુઝુકીએ આ વર્ષનાં ખર્ચમાં 18 જાન્યુઆરીએ કિંમત વધારવાનું કહીને પસંદગીના મોડેલો પર રૂ. 34,000 નો વધારો કરવાની જાહેરાત કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ મારુતિએ 1.34 લાખથી વધુ ગાડી ફરી મંગાવી, જાણો શું છે કારણ