નવી દિલ્હી: કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે 20 લાખ કરોડના પેકેજ પર બીજી પ્રેસ કોન્ફ્રેન્સમાં ખેડૂતો માટે ઘણી મોટી જાહેરાતો કરી છે. તેમણે કહ્યું કે, સરકાર ખેડૂતોની સુખાકારી માટે અનેક પગલા લઈ રહી છે.
સીતારામણે જણાવ્યું હતું કે, 25 લાખ નવા કિસાન ક્રેડિટ કાર્ડને ખેડૂતોની સહાય માટે મંજૂરી આપવામાં આવી છે. તેમણે કહ્યું કે, કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા 2.5 કરોડ ખેડૂતોને સહાય આપવામાં આવશે. તેમને કુલ બે લાખ કરોડ રૂપિયાની સહાય મળશે. નાણાપ્રધાન કહ્યું કે, ખેડૂતો ઉપરાંત પશુપાલન અને માછીમારો પણ આ સુવિધાનો લાભ લઈ શકશે. આ રાહત તેમને એનિમલ ફાર્મર્સ ક્રેડિટ કાર્ડ દ્વારા આપવામાં આવશે.