ETV Bharat / business

ઈન્ફોસિસે 164 કરોડ રૂપિયાનું ટેક્સ પોર્ટલ બનાવ્યું, છતાં ટેક્સ ભરવામાં કેમ મુશ્કેલી આવી રહી છે? - કેન્દ્રિય નાણાંપ્રધાન નિર્મલા સીતારમણ

શું તમે ઈન્કમ ટેક્સના પોર્ટલથી ટેક્સ રિટર્ન ફાઈલ કરી દીધું છે? શું હજી પણ તમને રિટર્ન ફાઈલ કરવામાં તકલીફ થઈ રહી છે? આ પોર્ટલ પર કઈ કઈ મુશ્કેલી આવી રહી છે અને તેને લઈને સરકાર શું કરી રહી છે. તમારા રિટર્ન પર તેની શું અસર પડશે? એ જાણવા માટે વાંચો આ સમગ્ર અહેવાલ.

ઈન્ફોસિસે 164 કરોડ રૂપિયાનું ટેક્સ પોર્ટલ બનાવ્યું, છતાં ટેક્સ ભરવામાં કેમ મુશ્કેલી આવી રહી છે?

author img

By

Published : Aug 31, 2021, 11:24 AM IST

  • ઈન્કમ ટેક્સના પોર્ટલ પરથી લોકોને ઈન્કમટેક્સ રિટર્ન (ITR) ભરવામાં થઈ રહી છે મુશ્કેલી
  • ઈન્ફોસિસે 164 કરોડના ખર્ચે તૈયાર કરેલા પોર્ટલ પર લોકો નથી ભરી શકતા ITR
  • લોકોએ પોર્ટલ પર આવતી સમસ્યાને સોશિયલ મીડિયા પર શેર કરી

હૈદરાબાદઃ સરકારે ટેક્સ ભરવામાં લોકોને સરળતા રહે તે માટે એક નવું પોર્ટલ લોન્ચ કર્યું હતું, પરંતુ આ પોર્ટલથી લોકોને સરળતાની જગ્યાએ મુશ્કેલી થઈ રહી છે. આખરે કરદાતાઓને કેવી કેવી મુશ્કેલી થઈ હી છે? આનું તમારા રિટર્ન ફાઈલ (Return file) પર શું અસર પડી શકે છે? સરકાર તેને લઈને શું કરી રહી છે? આવા દરેક પ્રશ્નોનો જવાબ જાણો.

આ પણ વાંચો- આજે ફરી એકવાર Petrol-Dieselની કિંમતમાં કોઈ વધારો નથી થયો, જાણો ક્યાં શું કિંમત છે?

આ પણ વાંચો- આજે બીજા દિવસે Share Marketની મજબૂત શરૂઆત, નિફ્ટી 16,900ને પાર

જાણો, આ પોર્ટલ અંગે

ઈન્કમ ટેક્સે 7 જૂન 2021એ www.incometax.gov.in નામનું એક પોર્ટલ શરૂ કર્યું હતું. આ પોર્ટલને પ્રખ્યાત આઈટી કંપની ઈન્ફોસિસે (IT company Infosys) બનાવ્યું છે. દાવો કરવામાં આવ્યો હતો કે, તેનાથી ટેક્સ ભરવો ખૂબ જ સરળ અને સુવિધાજનક થશે. આનાથી સમયની બચત થશે. પોર્ટલના યુઝર ફ્રેન્ડલી અને રિફન્ડ પ્રોસેસમાં પણ તેજીનો હવાલો આપવામાં આવ્યો હતો, પરંતુ પહેલા દિવસથી જ ટેક્સ ભરનાલા લોકોને આ પોર્ટલે હેરાન કરી દીધું છે. ઈન્ફોસિસે ઝડપી આ સમસ્યાના સમાધાનની વાત કહી છે, પરંતુ લગભગ 3 મહિના પછી પણ ટેક્સદાતાઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. લોકોએ સોશિયલ મીડિયા પર આનાથી જોડાયેલી સમસ્યાઓને શેર કરી હતી.

શું તમને ITR ફાઈલ કરવામાં તકલીફ થઈ રહી છે?

પોર્ટલમાં શું તકલીફ આવી રહી છે?

નવા ટેક્સ પોર્ટલમાં શરૂઆતમાં પોર્ટલ ન ખૂલવાને લઈને પોર્ટલને સ્લો ચાલવા સુધીની ફરિયાદ આવી હતી, જેનાથી ટેક્સદાતાઓને ઘણી મુશ્કેલી સહન કરવી પડી, પરંતુ ધીમે ધીમે અનેક બીજી મુશ્કેલીઓથી પણ લોકોને હેરાન થવું પડ્યું હતું.

  • પ્રોફાઈલ અપડેટ કરવામાં મુશ્કેલી
  • પાસવર્ડ બદલવાથી લઈને લોગ-ઈન કરવા સુધીમાં લાગી રહ્યો છે ઘણો સમય
  • આધાર વેલિડેશન માટે ઓટીપી જનરેટ ન થવો
  • TDS રિટર્ન રિજેક્ટ થઈ રહ્યું છે
  • ટેક્સ રિટર્નના ઈ-વેરિફિકેશનમાં મુશ્કેલી
  • ઓટીપી આવવામાં મોડું થવું
  • વ્યાજની ગણતરીમાં ગડબડ
  • પોર્ટલની ધીમી ગતિ
  • વિવાદથી વિશ્વાસનું ટેબ કામ ન કરવું
  • કેટલાક ફોર્મ ફાઈલ ન થવા
  • ચલણ નંબરથી જોડાયેલા સમસ્યાઓ
    ઈન્કમ ટેક્સ પોર્ટલમાં આવી રહેલી તકલીફોને લોકોએ સોશિયલ મીડિયા પર કરી શેર

ઈન્ફોસિસ આ પહેલા પણ સરકાર માટે પોર્ટલ બનાવી ચૂક્યું છે

ઈન્કમ ટેક્સના પોર્ટલથી પહેલા ઈન્ફોસિસે જીએસટી (GST)ની ભરપાઈ અને રિટર્ન ફાઈલિંગ માટે પોર્ટલ બનાવ્યું હતું. આ માટે કોર્પોરેટ મામલાના મંત્રાલયનું પોર્ટલ પણ ઈન્ફોસિસે તૈયાર કર્યું હતું. ઈન્ફોસિસના તૈયાર કરેલા આ પોર્ટલ્સના પણ ધીમે થવા સહિત અનેક મુશ્કેલીના કારણે કંપનીએ ટીકાનો સામનો કરવો પડ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ પોર્ટલ બનાવવામાં સરકાર અને ઈન્ફોસિસ વચ્ચે કરોડોની ડીલ થઈ હતી.

ઈન્ફોસિસે બનાવ્યું છે ઈન્કમ ટેક્સ પોર્ટલ

સરકાર અને કંપની વચ્ચે થઈ હતી કરોડો રૂપિયાની ડીલ

જીએસટી ભરપાઈ અને રિટર્ન ફાઈલિંગના પોર્ટલ માટે સરકાર અને ઈન્ફોસિસ વચ્ચે 1,380 કરોડ રૂપિયા અને કોર્પોરેટ મંત્રાલયના પોર્ટલ માટે 370 કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ થયો હતો. જ્યારે ઈન્કમ ટેક્સ માટે નવા પોર્ટલ માટે સરકારે ઈન્ફોસિસને 164 કરોડ રૂપિયા આપ્યા હતા.

સરકાર શું કરી રહી છે?

7 જૂનથી જ જ્યારે પોર્ટલમાં મુશ્કેલી આવવાની શરૂ થઈ તો 8 જૂને જ કેન્દ્રિય નાણાંપ્રધાન નિર્મલા સીતારમણે પોર્ટલમાં આવતી મુશ્કેલી અંગે ટ્વિટ કર્યું હતું અને ઈન્ફોસિસના કો-ફાઉન્ડર નંદન નીલેકણીને ટેગ કર્યા હતા. આની પર ઈન્ફોસિસે અફસોસ બતાવતા ઝડપથી સમસ્યાનું નિવારણ લાવવાનું આશ્વાસન આપ્યું હતું, પરંતુ સમસ્યાનું નિવારણ થયું નહીં.

સરકારે ઈન્ફોસિસને 15 સપ્ટેમ્બર સુધી બધું સરખું કરવા કહ્યું છે

નાણાંપ્રધાને ઈન્ફોસિસના અધિકારીઓ સાથે કરી હતી વાત

ગઈ 23 ઓગસ્ટે નાણાંપ્રધાન નિર્મલા સીતારમણે ઈન્ફોસિસના સીઈઓ અને એમડી સલિલ પારેખને બોલાવ્યા હતા. ઈન્ફોસિસને 15 સપ્ટેમ્બર સુધી ટેક્સ પોર્ટલમાં આવી રહેલી તમામ મુશ્કેલીઓને દૂર કરવા કહેવામાં આવ્યું હતું. આ પહેલા 22 ઓગસ્ટે ઈન્ફોસિસના COO પ્રવીણ રાવથી પણ સરકારે આ મુદ્દા પર વાત કરી હતી.

ઈન્ફોસિસે શું દલીલ કરી?

નાણાંપ્રધાન સાથે મુલાકાત પછી સલિલ પારેખે કહ્યું હતું કે, તેમની ટીમ પોર્ટલની મુશ્કેલીઓને દૂર કરવા તમામ પ્રયાસ કરી રહી છે. 750થી વધુ લોકોની ટીમ આ પ્રોજેક્ટમાં લાગી છે અને ઈન્ફોસિસના COO પ્રવીણ રાવ પોતે આ પ્રોજેક્ટની દેખરેખ કરી રહ્યા છે. પ્રવીણ રાવે પણ ઈન્કમ ટેક્સ પોર્ટલમાં આવી રહેલી મુશ્કેલીનું ઝડપથી નિવારણ લાવવામાં પ્રતિબદ્ધતા દર્શાવી હતી.

ત્યારબાદ શું થયું હતું?

21 ઓગસ્ટથી 2 દિવસ માટે પોર્ટલ સમગ્ર રીતે ઠપ થયું હતું. ત્યારબાદ રિટર્ન ભરવાના કામમાં તેજી આવી હતી અને પછીના 4 દિવસ સુધી દૈનિક સરેરાશ 5 લાખથી વધુ રિટર્ન ભરવામાં આવ્યા હતા. કેન્દ્રિય પ્રત્યક્ષ કર બોર્ડ (CBDT)થી જોડાયેલા અધિકારીઓના મતે, આ આંકડા દર્શાવે છે કે, પોર્ટલથી જોડાયેલી સમસ્યા દૂર થઈ રહી છે.

2020-21 માટે અત્યાર સુધી 80 લાખ રિટર્ન ભરાયા

જોકે, નાણાકીય વર્ષ 2020-21 માટે અત્યાર સુધી 80 લાખ રિટર્ન ભરાઈ ચૂક્યા છે, જે વર્ષ 2019-20માં ટેક્સ ભરવાના અંતિમ દિવસ સુધી ભરાયેલા કુલ રિટર્નનો લગભગ 8 ટકા છે. આંકડાઓ અનુસાર, ગયા નાણાકીય વર્ષ માટે જાન્યુઆરીમાં લગભગ 5.8 કરોડ ટેક્સ રિટર્ન ભરવામાં આવ્યું હતું અને છેલ્લા દિવસે લગભગ 20 લાખ રિટર્ન ભરવામાં આવ્યું હતું. ગયા વર્ષે કોરોના સંક્રમણને જોતા અનેક વખત રિટર્ન ભરવામાં છેલ્લી તારીખ વધારવામાં આવી હતી. છેલ્લે આને 10 જાન્યુઆરી કરવામાં આવી હતી.

શું આ વખતે પણ વધી શકે છે રિટર્ન ભરવાની તારીખ?

અત્યારે ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈનલ કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર છે, જે પહેલા 31 જુલાઈ હતી, પરંતુ જે રીતે ટેક્સ પોર્ટલ પર ટેક્સદાતાઓને રિટર્ન ફાઈલ કરવામાં મુશ્કેલી થઈ રહી હતી. તેને જોતા સરકારને રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ આગળ વધારવી પડી શકે છે. ઉલ્લેખનીય છે કે, કોરોનાના કારણે ગયા વર્ષે પણ 4 વખત ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની તારીખ વધારવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.