આ અંગે મળતી માહિતી અનુસાર ઈન્ડિગોના પ્રમોટરોની વચ્ચે અસહમતિના સમાચાર પછી ઈન્ડિગોના CEOએ કર્મચારીઓને કહ્યું હતું કે, "અમે તમને આશ્વાસન આપીએ છે કે, કંપની વૃદ્ધિને લઈને અમારી રણનીતિ હજી પણ મજબૂત છે". બિઝનેસને આગળ વધારવા માટે ઈન્ડિગોના પ્રમોટરો કંપનીની બોર્ડ ઑફ ડિરેક્ટર્સને પુરુ સમર્થન આપે છે.
સુત્રોના દ્વારા મળતી માહિતી અનુસાર આ બન્ને પ્રમોટરો વચ્ચે એવા સમયે મતભેદ બહાર આવ્યો કે, જ્યારે ભાટિયાને લાગ્યું કે ગંગવાલ ઍરલાઈનમાં પોતાની ટીમ વધારી રહ્યાં છે, જેથી તેમનો કંટ્રોલ કંપની પર વધી શકે છે. ઉલ્લેખનિય છે કે, સસ્તા ભાવમાં વિમાનની સફર કરાવતી ઈન્ડિગો કંપની હવે આંતરરાષ્ટ્રીય બજારમાં પણ જવાની યોજનાઓ બનાવી રહી છે.
ભાટિયા અને ગંગવાલે ક્મશઃ જેએસએ લૉ અને ખેતાન એન્ડ ખેતાન કંપની લૉ ફર્મને હાયર કરી છે. ગંગવાલ એક અમેરિકન નાગરિક છે. અને તે નોન એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર છે, તેમની પાસે એવિએશન ઈન્ડસ્ટ્રીઝનો 30 વર્ષનો અનુભવ છે, તેમજ ઈન્ડિગો ઍરલાઈનમાં અંદાજે 37 ટકા હિસ્સો છે. જ્યારે ભાટિયાનો હિસ્સો 38 ટકા છે.