ETV Bharat / business

ઇંડરાએ ભારતના વૃદ્ધિ દરના અનુમાનને ઘટાડીને 1.9% કર્યો

ઇન્ડિયા રેટિંગ્સ એન્ડ રિસર્ચ (ઇંડરા) એ નાણાકીય વર્ષ 2020-21ના જીડીપી માટેના તેના અંદાજની સમીક્ષા કરી, તેને 3.6 ટકાથી ઘટાડીને 1.9 ટકા કરી દીધો છે.

GDP
GDP
author img

By

Published : Apr 27, 2020, 4:53 PM IST

મુંબઇ: ઈન્ડિયા રેટિંગ્સ એન્ડ રિસર્ચ (ઇંડરા) એ કોવિડ -19 રોગચાળો અને અગાઉના વર્ષની તુલનામાં અર્થતંત્ર પર તેના પ્રભાવને કારણે નાણાકીય વર્ષ 2020-21 માટે ભારતની આર્થિક વૃદ્ધિનું અનુમાન ઘટાડીને 1.9 ટકા કર્યું છે, જે 29 વર્ષમાં સૌથી નીચો છે.

રેટિંગ એજન્સીએ જણાવ્યું હતું કે આ અંદાજ આ ધારણા પર આધારિત છે કે આંશિક લોકડાઉન મે ના મધ્ય ભાગ સુધી ચાલુ રહેશે. જો લોક ડાઉન મેના મધ્યથી આગળ ચાલશે તો જીડીપી વૃદ્ધિ દર નકારાત્મક હોઈ શકે છે.

ઇંડરાના પ્રધાન અર્થશાસ્ત્રી અને જાહેર નાણાં નિયામક સુનિલકુમાર સિંહાએ કહ્યું કે, અમે નાણાકીય વર્ષ 2020-21ના જીડીપીના અંદાજની સમીક્ષા કરી છે, જે 3.6 ટકાથી ઘટાડીને 1.9 ટકા કરવામાં આવ્યો છે.

અગાઉ આવી ઓછી વૃદ્ધિ નાણાકીય વર્ષ 1991-92 દરમિયાન હતી જ્યારે જીડીપીમાં માત્ર 1.1 ટકાનો વધારો થયો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.