ETV Bharat / business

Housing Sales up in Top Cities: ગયા વર્ષે ટોચના 7 શહેરોમાં ઘરોનું વેચાણ 71 ટકા વધીને 2,36,530 યુનિટ થયું - આવાસના મકાનોનું વેચાણ વધ્યું

ગયા વર્ષની સરખામણીમાં વર્ષ 2021માં ઘરોના વેચાણ દેશના 7 શહેરોમાં 71 ટકા વધ્યું (Housing Sales up in Top Cities) છે, પરંતુ કોરોનાના પહેલા સ્તરથી ઘરોની માગ હજી પણ 10 ટકા ઓછી છે. આ માહિતી સંપત્તિ સંબંધિત પરામર્શ આપતી કંપની એનારોકે (Mumbai based company Anaroc) આપી હતી.

Housing Sales up in Top Cities: ગયા વર્ષે ટોચના 7 શહેરોમાં ઘરોનું વેચાણ 71 ટકા વધીને 2,36,530 યુનિટ થયું

author img

By

Published : Jan 3, 2022, 3:37 PM IST

નવી દિલ્હીઃ દેશના ટોચના 7 શહેરોમાં ઘરોનું વેચાણ વર્ષ 2021માં આનાથી ગયા વર્ષની સરખામણીમાં 71 ટકા વધીને 2,36,530 યુનિટ (Housing Sales up in Top Cities) થયું છે. જોકે, ઘરોની માગ હજી પણ કોવિડ પહેલાના સ્તરથી 10 ટકા ઓછી છે. સંપત્તિ સંબંધિત પરામર્શ આપતી કંપની એનારોકે આ માહિતી (Mumbai based company Anaroc) આપી હતી.

આ પણ વાંચો- Tax Saving Schemes: કર બચત રોકાણ કરવા માટે નાણાકીય વર્ષના અંતની રાહ ન જુઓ

આવાસ વેચાણમાં વૃદ્ધિ પાછળ અનેક કારણો

તેના મતે, વર્ષ 2020માં 1,38,350 આવાસીય એકમો વેચાયા હતા અને વર્ષ 2019માં કુલ 2,61,359 એકમોનું વેચાણ થયું હતું. મુંબઈમાં આવેલી કંપની એનારોકે (Mumbai-based company Anaroc) જણાવ્યું હતું કે, હોમ લોન પર નીચલા વ્યાજ દરો, મજબૂત માગ, પોતાના ઘરની મહત્ત્વાકાંક્ષાઓમાં વૃદ્ધિ અને મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યો દ્વારા સ્ટેમ્પ ડ્યૂટીમાં ઘટાડાની સાથે બિલ્ડરો દ્વારા આપવામાં આવતી છૂટના કારણે આવાસ વેચાણમાં (Sales of residential houses increased) વૃદ્ધિ થઈ રહી છે.

કોરોના કાબૂમાં રહેશે તો વર્ષ 2022માં વૃદ્ધિ સંતોષજનક રહેશે

એનારોકના ચેરમેન (Mumbai based company Anaroc ) અનુજ પૂરીએ જણાવ્યું હતું કે, કોરોના વાઈરસ મહામારી કાબૂમાં રહેશે તો વર્ષ 2021ના પ્રદર્શના આધાર પર કહી શકાય કે, વર્ષ 2022માં વૃદ્ધિ સંતોષજનક રહેશે. તહેવારને ધ્યાનમાં રાખી વધતી માગ અને અન્ય હકારાત્મક પરિબળોના કારણે, ગયા વર્ષ દરમિયાન કુલ વેચાણમાં ચોથા ક્વાર્ટરમાં લગભગ 39 ટકા ફાળો આપ્યો હતો.

આ પણ વાંચો- Investment in Year 2022: વર્ષ 2022માં સમજદારીપૂર્વક રોકાણ કરીને આ રીતે મેળવી શકો છો સમૃદ્ધ ડિવિડન્ડ, જાણો

હૈદરાબાદમાં ઘરોનું વેચાણ 3 ગણુ વધ્યું

એનારોકના (Mumbai based company Anaroc ) વાર્ષિક આંકડાઓ અનુસાર, મુંબઈ મહાનગર ક્ષેત્રમાં આવાસીય વેચાણ (Sales of residential houses increased) વર્ષ 2021માં 72 ટકા વધીને 76,400 એકમ (Housing Sales up in Top Cities) રહ્યું હતું, જે ગયા વર્ષમાં 44,330 એકમ રહ્યું હતું. હૈદરાબાદમાં ગયા વર્ષે ઘરોનું વેચાણ 3 ગણું વધીને 25,410 એકમ રહ્યું હતું. જ્યારે વર્ષ 2020માં આ આંકડો 8,560 રહ્યો હતો.

દિલ્હી NCR, કોલકાતા, ચેન્નઈમાં ઘરોના એકમોનું વેચાણ વધ્યું

તો દિલ્હી-એનસીઆરમાં વર્ષ 2021માં 73 ટકા વૃદ્ધિની સાથે 40,050 એકમનું વેચાણ થયું હતું. વર્ષ 2020માં આ આંકડો 23,210 એકમ રહ્યો હતો. પુણેમાં વર્ષ 2021માં 53 ટકા વૃદ્ધિની સાથે 35,980 એકમનું વેચાણ થયું હતું. વર્ષ 2020માં આ આંકડો 23,460 એકમ રહ્યો હતો. તો બેંગ્લોરમાં 2021માં 33 ટકા વૃદ્ધિની સાથે 33,080 ઘર વેચાયા હતા. જ્યારે વર્ષ 2020માં 24,910 ઘરનું વેચાણ (Sales of residential houses increased ) થયું હતું. ચેન્નઈમાં વર્ષ 2021માં 86 ટકા વૃદ્ધિની સાથે 12,530 એકમનું વેચાણ થયું હતું. તો વર્ષ 2020માં આ આંકડો 6,750 એકમનો હતો. કોલકાતામાં વર્ષ 2021માં 13,080 એકમનું વેચાણ થયું હતું. વર્ષ 2020માં આ આંકડો 7,150 હતો.

વર્ષ 2022માં વેચાણ કોવિડ પહેલાના સ્તર પર પહોંચે તેવી આશા

પૂરીએ આશા વ્યક્ત કરી હતી કે, વર્ષ 2022માં વેચાણ (Sales of residential houses increased) કોવિડ પહેલાના સ્તર પર પહોંચી જશે. તેમણે કહ્યું હતું કે, ખર્ચના દબાણ અને સપ્લાય ચેઈનના મુદ્દાઓના કારણે પ્રોપર્ટીના ભાવમાં 5-8 ટકાનો વધારો થઈ શકે છે. નવા પ્રોજેક્ટ વર્ષ 2019 કોવિડ રોગચાળા પહેલાના સ્તરે પહોંચી ગયા છે. વર્ષ 2019માં નવા રહેણાંક એકમોની સંખ્યા 2,36,570 હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.