અધિકારીઓએ જણાવ્યું હતું કે પરિષદની 36 મી બેઠકમાં, સોલર પાવર ઉત્પાદક સિસ્ટમ્સ અને વિંડ ટર્બાઇન પ્રોજેક્ટ્સ પર GST લગાવવાની બાબત અને તેના સબંધમાં માલ અને સેવાઓના મૂલ્યાંકન બાબતે પણ નિર્ણય લેવામાં આવશે.
કાઉન્સિલમાં રાજ્યોના નાણાં પ્રધાન સભ્યો છે. આ બેઠક વીડિઓ કોન્ફરન્સ દ્વારા કરવામાં આવશે. ગયા મહિને યોજાયેલી બેઠકમાં કાઉન્સિલે ઇલેક્ટ્રિક વાહનો, ઇલેક્ટ્રિક ચાર્જર્સ અને ઇ-વાહનોના ભાડા પર GST લગાવવા સંબંધિત અધિકારીઓની સમિતિને આ મુદ્દો મોકલી આપ્યો હતો.
અધિકારીઓએ જણાવ્યું હતું કે અધિકારીઓની સમિતિની ભલામણો 25 જુલાઈના રોજ કાઉન્સિલ સમક્ષ મૂકવામાં આવશે.
ઘરેલુ સ્તરે ઇ-વાહનોના ઉત્પાદનમાં વધારો કરવા કેન્દ્રએ GST દર ઘટાડવા 12 ટકા થી 5 ટકા કરવાની ભલામણ કરી છે.
પેટ્રોલ અને ડીઝલ કાર અને હાઇબ્રિડ વાહનો પર GSTનો દર પહેલેથી જ 28 ટકા છે. પણ, સાથે જ તેમના પર વધારાનો ચાર્જ પણ લેવામાં આવે છે. કાઉન્સિલ સોલાર પાવર પ્રોજેક્ટ માટે ટેક્સનું માળખું તૈયાર કરવા પણ વિચાર કરશે.