- સપ્ટેમ્બરમાં GST કલેક્શન 1 લાખ કરોડ રૂપિયાથી વધારે રહ્યું
- સતત ત્રીજા મહિને GST કલેક્શન 1 લાખ કરોડ રૂપિયાને પાર
- સપ્ટેમ્બર 2021નું રેવેન્યૂ કલેક્શન 2020ના કલેક્શનથી વધારે
નવી દિલ્હી: નાણા પ્રધાને (Finance Minister) શુક્રવારના કહ્યું કે, ભારતમાં વસ્તુ અને સેવા કર (GST) કલેક્શન સપ્ટેમ્બરમાં 1.17 લાખ કરોડ રૂપિયા રહ્યું છે, જે સતત ત્રીજા મહિને 1 લાખ કરોડ રૂપિયાથી વધારે છે. નાણા મંત્રાલય (Ministry of Finance)ના આંકડાઓ પ્રમાણે સપ્ટેમ્બર 2021નું રેવેન્યૂ કલેક્શન (GST Revenue Collection) 2020ના કલેક્શનથી 23 ટકા વધારે છે.
GSTની કુલ આવક 1,17,010 કરોડ રૂપિયા
નાણા મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું છે કે, સપ્ટેમ્બર 2021માં GSTની કુલ આવક 1,17,010 કરોડ રૂપિયા છે, જેમાં CGST 20,578 કરોડ રૂપિયા, SGST 26,767 કરોડ રૂપિયા, IGST 60,911 કરોડ રૂપિયા (માલની આયાત પર એકત્રિત રૂ. 29,555 કરોડ સહિત) અને સેસ રૂ. 8,754 કરોડ (માલની આયાત પર એકત્રિત રૂ. 623 કરોડ સહિત) છે.
વસ્તુઓની આયાત કરતા રેવેન્યૂ 30 ટકા વધારે
CGSTનો અર્થ સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, SGST એટલે કે સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ અને IGST એટલે ઈન્ટિગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ છે. સપ્ટેમ્બર દરમિયાન વસ્તુઓની આયાતથી રેવેન્યૂ 30 ટકા વધારે રહ્યું અને ઘરેલૂ લેવડ-દેવડ (સેવાઓની આયાત સહિત)માંથી આવક અગાઉના વર્ષના આ જ મહિનાની સરખામણીએ 20 ટકા વધારે હતી.
આ પણ વાંચો: Adani Groupએ કોલંબો પોર્ટ પર ટર્મિનલ વિકસાવવા માટે સોદો પાકો કર્યો
આ પણ વાંચો: Gas Cylinder Price : મોંધવારી નો વધુ એક મારો, વ્યાપારી સિલિન્ડરની કિંમતોમાં 43.50 રૂપિયાનો વધારો કરાયો