- NINLના ખાનગીકરણને લઈને ઘણાં બિડરોના રૂચી પત્રો મળ્યા
- ડિસઇન્વેસ્ટમેન્ટથી 32,000 કરોડ એકત્રિત કરવાનું લક્ષ્ય
- શેરહોલ્ડિંગ અને શેર પુન: ખરીદી દ્વારા અત્યાર સુધીમાં 32,835 કરોડ રૂપિયા ઉભા કર્યા
નવી દિલ્હી: રોકાણ અને જાહેર સંપત્તિ સંચાલન વિભાગ (દીપમ)ના સચિવ તુહિનકાંત પાંડેએ સોમવારે કહ્યું હતું કે, સરકારને નીલાંચલ ઇસ્પત નિગમ લિમિટેડ આપવામાં આવી છે. NINLના ખાનગીકરણને લઈને ઘણાં બિડરોના રૂચી પત્રો મળ્યા છે.
પ્રક્રિયા હવે બીજા તબક્કામાં
દીપમે NINL પર વ્યૂહાત્મક વેચાણ માટે જાન્યુઆરીમાં પ્રારંભિક બિડ્સને આમંત્રણ આપ્યું હતું. પાંડેએ ટ્વિટર પર લખ્યું છે કે, 'નિલાંચલ ઇસ્પત નિગમ લિમિટેડના ખાનગીકરણ માટે ઘણાં પત્રો મળ્યા છે. તેમણે કહ્યું કે, પ્રક્રિયા હવે બીજા તબક્કામાં છે. તે NINL, MMTC, NMDC, ભેલ, મેકોન અને ઓડિશા સરકારના બે સાહસોનું સંયુક્ત સાહસ છે.
આ પણ વાંચો: સરકારી બેન્કના ખાનગીકરણ અંગે સરકાર સાથે વાટાઘાટો ચાલુ છે: શક્તિકાંત દાસ
ગયા વર્ષે કેબિનેટે ઇક્વિટી શેરના વ્યૂહાત્મક ડિસઇન્વેસ્ટમેન્ટને પણ મંજૂરી આપી
ગયા વર્ષે જાન્યુઆરીમાં કેબિનેટે MMTC(49.78 ટકા), NMDC(10.10 ટકા), મેકોન (0.68 ટકા), ભેલ (0.68 ટકા), આઈપિકલ (12 ટકા) અને ઇક્વિટી શેરના વ્યૂહાત્મક ડિસઇન્વેસ્ટમેન્ટને પણ મંજૂરી આપી હતી.
સરકારે ડિસઇન્વેસ્ટમેન્ટથી રૂપિયા 1.75 લાખ કરોડ એકત્ર કરવાનો લક્ષ્યાંક આપ્યો
એર ઇન્ડિયા, BPCL, પવન હંસ, BEML અને શિપિંગ કોર્પોરેશનની ખાનગીકરણ પ્રક્રિયા પણ બીજા તબક્કે પહોંચી ગઈ છે. આ કંપનીઓના ખાનગીકરણ માટે સરકારને ઘણાં પત્રો મળ્યા છે. નાણાકીય વર્ષ 2021-22માં સરકારે ડિસઇન્વેસ્ટમેન્ટથી રૂપિયા 1.75 લાખ કરોડ એકત્ર કરવાનો લક્ષ્યાંક આપ્યો છે. સુધારેલા અંદાજમાં સરકારે ચાલુ નાણાકીય વર્ષમાં ડિસઇન્વેસ્ટમેન્ટથી 32,000 કરોડ એકત્રિત કરવાનું લક્ષ્ય રાખ્યું છે. વર્તમાન નાણાંકીય વર્ષમાં સરકારે કેન્દ્રિય જાહેર ક્ષેત્રના ઉપક્રમોમાં લઘુમતી શેરહોલ્ડિંગ અને શેર પુન: ખરીદી દ્વારા અત્યાર સુધીમાં 32,835 કરોડ રૂપિયા ઉભા કર્યા છે.
આ પણ વાંચો: વડોદરામાં સરકારની ખાનગીકરણ નિતીના વિરોધમાં બેન્ક કર્મચારીઓએ કર્યા સુત્રોચ્ચાર