ETV Bharat / business

સોનાની ખરીદી કરનારા લોકો માટે સારા સમાચાર, સોનાની કિંમતમાં આજે ફરી સુસ્તી - ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન લિમિટેડ

સોનાની ખરીદી કરનારા ગ્રાહકો માટે સારા સમાચાર આવ્યા છે. કારણ કે, મજબૂત ડોલરના કારણે આંતરરાષ્ટ્રીય બજાર (International market)માં સોનાની વર્તમાન કિંમતમાં સુસ્તી જોવા મળી છે. આની અસર ઘરેલું બજાર પર જોવા મળી છે અને મલ્ટિ કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનામાં ફ્લેટ ઓપનિંગ થઈ છે.

સોનાની ખરીદી કરનારા લોકો માટે સારા સમાચાર, સોનાની કિંમતમાં આજે ફરી સુસ્તી

author img

By

Published : Aug 17, 2021, 3:00 PM IST

  • સોનાની ખરીદી કરનારા ગ્રાહકો માટે સારા સમાચાર આવ્યા
  • મજબૂત ડોલરના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની વર્તમાન કિંમતમાં સુસ્તી
  • મલ્ટિ કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનામાં ફ્લેટ ઓપનિંગ થઈ છે

નવી દિલ્હીઃ સોનાની ખરીદી કરનારા લોકો માટે ખુશીના સમાચાર આવ્યા છે. કારણ કે, મંગળવારે (17 ઓગસ્ટે) સોનાની કિંમતમાં સુસ્તી જોવા મળી રહી છે. સોનું આંતરરાષ્ટ્રીય બજારમાં પોતાના એક સપ્તાહની ઉંચાઈ પર પહોંચ્યું છે. જ્યારે આજે આમાં ફેરફાર જોવા નથી મળ્યો. મજબૂત ડોલરના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની વર્તમાન કિંમતમાં સુસ્તી જોવા મળી છે, જેની અસર ઘરેલું બજાર પર જોવા મળી છે અને મલ્ટિ કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનામાં ફ્લેટ ઓપનિંગ થઈ છે. ગોલ્ડમાં ઈન્ટરનેશનલ સ્પોટ પ્રાઈઝ 1,787.90 ડોલર પ્રતિ ઔંસ હતી. સોમવારે ગોલ્ડ 1,788.97ના સ્તર પર પહોંચ્યું હતું, જે 6 ઓગસ્ટ 2021 પછી તેનું ઉંચું સ્તર છે.

આ પણ વાંચો- આજે સતત 31મા દિવસે પણ Petrol-Dieselની કિંમત સ્થિર, સરકારે સામાન્ય લોકોને આપ્યો ઝટકો

સપ્ટેમ્બર સિલ્વરમાં 0.23 ટકાના ઉછાળો નોંધાયો

ઘરેલું બજારમાં પણ ફ્લેટ ઓપનિંગ જોવા મળી હતી. મલ્ટિ-કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ઓક્ટોબર કોન્ટ્રાક્ટના ગોલ્ડ 0.02 ટકાની સામાન્ય વધારા લઈને 47,234 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ કરી રહ્યું હતું. સપ્ટેમ્બર સિલ્વરમાં 0.23 ટકાના ઉછાળો નોંધાયો છે અને મેટલ આજે 63,603 રૂપિયા પ્રતિ કિલોના સ્તર પર ખૂલ્યો હતો.

આ પણ વાંચો- WhatsApp Payment: ભારતમાં શરૂ થઇ વોટ્સએપ-પે સર્વિસ, મેસેજ સાથે કરી શકાશે ચૂકવણી

ચાંદીમાં 0.17 ટકાનો વધારો જોવા મળ્યો

ઓપનિંગ પછી આંતરરાષ્ટ્રીય બજારમાં (International market) તેજી જોવા મળી હતી. આંતરરાષ્ટ્રીય બજાર (International market)માં ભારતીય સમયાનુસાર, સવારે 11.25 વાગ્યે MCX પર ગોલ્ડમાં 0.27 ટકાનો ઉછાળો નોંધાયો હતો અને ધાતુ 1,792.39 ડોલર પ્રતિના સ્તર પર ટ્રેડ કરી રહી હતી. તો ચાંદી પણ 0.17 ટકાના વધારા સાથે 23.94 ડોલર પ્રતિ ઔંસના સ્તર પર વેપાર કરી રહી હતી.

IBJAના દર શું છે? જુઓ

ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન લિમિટેડ (India Bullion and Jewelers Association Ltd. - IBJA)ના દર પર નજર કરીએ તો, છેલ્લા અપડેટ સાથે આજે સોનાની કિંમત નીચે પ્રમાણે છે. (આ કિંમત GST વગર છે.)

999 (પ્યોરિટી)- 46,993

995- 46,805

916- 43,046

750- 35,245

585- 27,491

સિલ્વર 999- 62,887

સોનાની વાયદા કિંમતમાં કાલે પણ ઘટાડો થયો હતો

સોમવારે કમજોર હાજર માગની વચ્ચે સ્થાનિક વાયદા બજારમાં સોમવારે સોનાની કિંમત 50 રૂપિયાના ઘટાડા સાથે 46,890 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગઈ હતી. મલ્ટિ કોમોડિટી એક્સચેન્જ (MCX)માં ઓક્ટોબર મહિનાની ડિલિવરી માટે સોનાની કિંમત 50 રૂપિયા (0.11 ટકા)ના ઘટાડા સાથે 46,890 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહી હતી. આમાં 12,708 લોટ માટે વેપાર થયો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.