- સોનાના ભાવમાં (Gold Price) આ સપ્તાહે સારી તેજી જોવા મળી રહી છે
- ગયા સપ્તાહે ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો હતો
- આજે સવારે 8.43 વાગ્યે એમસીએક્સ (MCX) પર સોનામાં 0.1 ટકાનો ઉછાળો જોવા મળ્યો
નવી દિલ્હીઃ સોનાના ભાવમાં આ સપ્તાહે સારી તેજી જોવા મળી રહી છે. ગયા અઠવાડિયે સોનાના ભાવમાં ઘણી નરમાઈ જોવા મળી હતી. ત્યારે ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો હતો. જોકે, આજે બજારમાં થોડી ઉથલપાથલ જોવા મળી રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમતમાં ફરી એક વાર તેજી આવી છે. આ તમામની વચ્ચે દિલ્હી શરાફી બજારમાં બુધવારે સોનું 123 રૂપિયાની તેજી સાથે 46,992 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો. સોનાનો છેલ્લો ભાવ 46,869 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો. જ્યારે ચાંદીની કિંમત 766 રૂપિયાના ઉછાળા સાથે 66,926 રૂપિયા પ્રતિ કિલો થઈ હતી. જ્યારે છેલ્લે ચાંદી 66,160 રૂપિયા પર બંધ થઈ હતી.
આ પણ વાંચો- ઉદ્યોગપતિ કુમાર મંગલમ બિરલાએ Vodafone Ideaના બિન-કાર્યકર અધ્યક્ષના પદેથી આપ્યું રાજીનામું
સોનું 1,811.27 ડોલર પ્રતિના સ્તર પર ટ્રેડ કરી રહ્યું છે
ભારતીય સમયાનુસાર, આજે સવારે 8.43 વાગ્યે એમસીએક્સ (MCX) પર સોનામાં 0.1 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે અને તે 1,811.27 ડોલર પ્રતિના સ્તર પર ટ્રેડ કરી રહ્યું છે. જ્યારે ચાંદીમાં 0.72 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. તો ધાતુ 25.38 ડોલર પ્રતિ ઔંસના સ્તર પર હતું.
આ પણ વાંચો- Share Market: સપ્તાહના ચોથા દિવસે શેર બજારની મજબૂત શરૂઆત, નિફ્ટી 16,200ને પાર
IBJAના દર
જો ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન લિમિટેડ એટલે કે IBJAના દર પર નજર કરીએ તો, છેલ્લી અપડેટ સાથે આજે સોનાની કિંમત આ રીતે છે. (આ કિંમત પ્રતિ ગ્રામ પર GST ચાર્જ વગર બતાવવામાં આવી છે)
999 (પ્યોરિટી) 48,050
995- 48,858
916- 44,014
750- 36,038
585- 28,109
સિલ્વર 999- 68,241
વાયદા કિંમતોમાં પણ જોવા મળી તેજી
છેલ્લા કારોબારી સત્રમાં સ્થાનિક વાયદા બજારમાં સોનાની કિંમત 68 રૂપિયા તેજી સાથે 47,932 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ હતી. મલ્ટિ કોમોડિટી એક્સચેન્જમાં ઓક્ટોબર મહિનાની ડિલીવરી માટે સોનાની કિંમત 68 રૂપિયા એટલે કે 0.14 ટકાની તેજી સાથે 47,932 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ હતી. આમાં 12,560 લોટ માટે વેપાર થયો હતો. તો બીજી તરફ ચાંદીની કિંમત 339 રૂપિયાની તેજી સાથે 68,253 રૂપિયા પ્રતિ કિલો થઈ છે. ચાંદીની સપ્ટેમ્બર ડિલિવીરીવાળા વાયદા અનુબંધનો ભાવ 339 રૂપિયા (0.5 ટકા)ની તેજી સાથે 68,253 રૂપિયા પ્રતિ કિલો થયો છે. આ વાયદા અનુબંધમાં 8,437 લોટ માટે સોદા કરવામાં આવ્યા હતા.