ETV Bharat / business

વૈશ્વિક બજારમાં ગોલ્ડ અને સિલ્વરમાં કડાકો, બે દિવસમાં સોનામાં 3500 અને ચાંદીમાં 5500 ઘટ્યા

આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડ અને સિલ્વરના ભાવ તૂટીને આવતા સ્થાનિક બજારમાં સોનાચાંદીના ભાવ ગબડ્યા છે. છેલ્લા બે દિવસમાં ચાંદીમાં એક કિલોએ રૂપિયા 5500નું ગાબડુ પડ્યું છે અને સોનામાં દસ ગ્રામે રૂપિયા 3500નો કડાકો બોલી ગયો છે.

ગોલ્ડસિલ્વરમાં કડાકો
ગોલ્ડસિલ્વરમાં કડાકો
author img

By

Published : Aug 13, 2020, 8:08 PM IST

અમદાવાદ: રશિયાએ કોરોનાની વેક્સિન બનાવી હોવાના અહેવાલો અને ડોલર નબળો પડતા વૈશ્વિક બજારમાં ગોલ્ડ અને સિલ્વરમાં ઓલ રાઉન્ડ વેચવાલી ફરી વળી હતી. છેલ્લા ત્રણ દિવસ દરમિયાન ભાવ ઝડપથી તૂટયા હતા. અમદાવાદ સોનાચાંદી બજારમાં છેલ્લા બે દિવસમાં ચાંદી ચોરસામાં એક કિલોએ રૂપિયા 5500નું ગાબડુ પડી ભાવ રૂપિયા 67,000 બોલાયો હતો. તેમજ 999 ટચ સોનું દસ ગ્રામે રૂપિયા 3500 તૂટી ભાવ રૂપિયા 54000 બોલાયો હતો. હોલમાર્ક દાગીનાનો ભાવ રૂપિયા 52920 રહ્યો હતો.

વિશ્વના મોટાભાગના દેશોમાં કોરાના પછી વ્યાજ દર ઘટ્યા છે. જેને પગલે સોનાચાંદી તરફ સૌનું આકર્ષણ રહ્યું છે. ભારત અને ચીન વચ્ચે સરહદે ભારે તંગદિલી સર્જાઈ હોવાના અહેવાલોને પગલે સોનાચાંદીના ભાવ ઝડપી ઊંચકાયા હતા. જોકે એકતરફી ભાવ વધવાને કારણે ગોલ્ડ અને સિલ્વર વાયદામાં ઓવરબોટ સ્થિતિ હતી. જેને કારણે પ્રોફિટ બુકિંગ આવ્યું હતું. ડોલર સામે રૂપિયો 74.84 રહ્યો હતો. આમ કોમેક્સ અને નાયમેક્સમાં ગોલ્ડ અને સિલ્વરના ભાવ વધ્યા મથાળેથી પાછા પડ્યા હતા. તેની પાછળ સ્થાનિકમાં અમદાવાદ બુલિયન હાજર બજારમાં ભાવ ઘટ્યા હતા. MCXમાં ગોલ્ડ ફ્યૂચરમાં રૂપિયા 107 ઘટી રૂપિયા 52147 પર ટ્રેડ કરી રહ્યું છે. સિલ્વર ફયૂચરમાં રૂપિયા 1511 ઘટી રૂપિયા 68123 પર ટ્રેડ રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.