- GMR હૈદરાબાદ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર આકર્ષક ડ્રાઇવિંગ વિકલ્પ
- નિઝામોના શહેર હૈદરાબાદમાં ઉત્સાહ અને લક્ઝરી કારની મજા
- લક્ઝરી કારને ચલાવવા માટે અગાઉથી બુકીંગ કરાવી શકાય છે
હૈદરાબાદ: જો તમને ઝડપી વાહન ચલાવવા ગમે છે, તો પછી GMR હૈદરાબાદ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર એક આકર્ષક ડ્રાઇવિંગ વિકલ્પ તમારી રાહ જોઈ રહ્યું છે. હૈદરાબાદ આંતરરાષ્ટ્રીય વિમાનમથકે ભારતમાં પોતાનું પ્રથમ વિમાનમથક બન્યું છે, જ્યાં તમે અતિ-આધુનિક, અદ્યતન, આકર્ષક કારમાં બેસીને તેને ચલાવવાનો આનંદ લઈ શકો છો. જો તમને ડ્રાઇવિંગનો શોખ છે અને નિઝામોના શહેરમાં તમને થોડો ઉત્સાહ અને લક્ઝરી જોઈએ છે, તો GMR હૈદરાબાદ આંતરરાષ્ટ્રીય વિમાનમથકના પ્રવેશદ્વાર પર લક્ઝરી કાર તમારી રાહ જોઈ રહી છે.
![હવે હૈદરાબાદ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર લક્ઝરી કારના ડ્રાઈવીંગની મજા માણી શકશો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/img-20210417-wa0069_1704newsroom_1618657568_692.jpg)
આ પણ વાંચો: જામનગરથી દિલ્હી અને હૈદરાબાદ વિમાનની સેવા શરૂ કરાશે
રાઈડ્સ ફક્ત એક ફોન કોલ કે એક ક્લિક દૂર
આ લક્ઝરી કારમાં પોર્શે 911 કેરેરા 4 એસ, જગુઆર એફ ટાઈપ, લેમ્બોર્ગિની ગૈલાર્ડો, લેક્સસ ઇએસ 300 એચ, ઑડી એ 3 કૈબ્રીયોલેટ, મર્સિડીઝ બેન્ઝ ઇ 250, BMW 3 જીટી, BMW 7 સીરીઝ, ફોર્ડ મસ્તાંગ, વોલ્વો એસ 60, માસેરાતી ગીબલી શામેલ છે. આ કાર તમારાથી ફક્ત એક ફોન કોલ કે એક ક્લિક દૂર છે. તેને ચલાવવા માટે અગાઉથી બુક કરાવી શકાય છે. કોરોના યુગમાં લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને, દરેક રાઈડ્સ બાદ કારને સેનિટાઈઝ કરવામાં આવી રહી છે.
![હવે હૈદરાબાદ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર લક્ઝરી કારના ડ્રાઈવીંગની મજા માણી શકશો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/img-20210417-wa0066_1704newsroom_1618657568_89.jpg)
આ પણ વાંચો: રાજકોટ હૈદરાબાદની પ્રથમ ફ્લાઈટનું રાજકોટમાં આગમન, બેંગ્લૂરુથી પણ શરુ થશે ફલાઈટ