- વિવાદ સે વિશ્વાસ યોજના અંગે નાણા રાજ્યપ્રધાને લોકસભામાં રજૂ કર્યો જવાબ
- નાણા રાજ્યપ્રધાને અનુરાગસિંહ ઠાકુરે વિવાદ સે વિશ્વાસ યોજનાના લાભ દર્શાવ્યા
- મોદી સરકારે ગયા વર્ષે વિવાદ સે વિશ્વાસ યોજનાને અમલમાં મૂકી હતી
નવી દિલ્હીઃ મોદી સરકાર દ્વારા ગયા વર્ષે શરૂ કરાયેલી વિવાદ સે વિશ્વાસ પ્રત્યક્ષ કર વિવાદ સમાધાન યોજનાએ વિવિધ સ્તર પર ટેક્સ અને નિગમ કર સંબંધી વિવાદોનો નિવેડો લાવવામાં 28 ટકા સફળતા મેળવી છે. નાણા રાજ્યપ્રધાન અનુરાગસિંહ ઠાકુરે આ વાત લોકસભામાં પ્રસ્તુત કરી હતી.
આ પણ વાંચોઃ ગુજરાત રાજ્યનું જાહેર દેવું 2,67,650 કરોડ
આ યોજના અંતર્ગત ક્રોસ-અપીલો સહિત 1,43,126 પેન્ડંગ ટેક્સ વિવાદ પણ સામેલ
નાણા રાજ્યપ્રધાને જણાવ્યું હતું કે, સરકારે 1 માર્ચ 2021 સુધી કરદાતાઓ પાસેથઈ 53346 કરોડ રૂપિયા એકત્રિત કર્યા છે. તેમણે લેખિતમાં જવાબ આપતા જણાવ્યું હતું કે, આ યોજના અંતર્ગત 1,28,733 જાહેરાત કરવામાં આવી છે, જેમાં ક્રોસ-અપીલો સહિત 1,43,126 પેન્ડંગ ટેક્સ વિવાદ પણ સામેલ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 5.10 લાખ ટેક્સ વિવાદ મામલા હતા, જે ટેક્સ વિવાદ સમાધાન યોજનાનો લાભ મેળવવા યોગ્ય હતા.
આ પણ વાંચોઃ 2888 વિદ્યુત સહાયકોના પરિણામ કરાયા જાહેર
નાના કરદાતાઓની સમસ્યા નિવારવા માટે પણ સમિતિ નિર્માણની જોગવાઈ
આ યોજનાનો લાભ અંગે વાત કરતા નાણા રાજ્યપ્રધાને જણાવ્યું હતું કે, આ યોજના અંતર્ગત જાહેર ટેક્સ વિવાદોએ 98,328 કરોડ રૂપિયાનો ટેક્સ કવર કરાયો, જ્યારે કરદાતાઓએ આ વર્ષે 1 માર્ચ સુધી 53346 કરોડ રૂપિયા ફાળવ્યા છે. નાણા રાજ્યપ્રધાને વધુમાં ઉમેર્યું કે, વિવાદ સે વિશ્વાસ યોજના અને ફેસલેસ મૂલ્યાંકન અને ફેસલેસ અપીલ યોજના ઉપરાંત નાણા બીલ 2021માં નાના કરદાતાઓથી સંબંધિત મુદ્દાઓને નિવારવા માટે સમાધાન સમિતિઓના નિર્માણની પણ જોગવાઈ છે.