- ફ્લિપકાર્ટ (Flipkart) 600 કરોડ રૂપિયાના કર્મચારી શેર વિકલ્પ ફરી ખરીદશે
- ફ્લિપકાર્ટે (Flipkart) રોકાણકારોના માધ્યમથી 3.6 અબજ ડોલર એકત્રિત કર્યા
- ઈ-કોમર્સ કંપનીનું મૂલ્યાંકન 37.6 અબજ ડોલર (2.79 લાખ કરોડ) રૂપિયા થાય
નવી દિલ્હીઃ વોલમાર્ટની માલિકીની ઈ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટ (Flipkart) 600 કરોડ રૂપિયાના કર્મચારી શેર વિકલ્પ (employee stock options)ની ફરી ખરીદી કરશે. સૂત્રો તરફથી આ માહિતી મળી રહી છે. આનાથી એક દિવસમાં ફ્લિપકાર્ટે (Flipkart) વિવિધ રોકાણકારોથી 3.6 અબજ ડોલર (26,805.6 કરોડ રૂપિયા) એકત્રિત કરવાની જાહેરાત કરી હતી. આ હિસાબથી ઈ-કોમર્સ કંપનીનું મૂલ્યાંકન 37.6 અબજ ડોલર એટલે કે 2.79 લાખ કરોડ રૂપિયા થાય છે.
આ પણ વાંચો- અષાઢી બીજ (Ashadhi Bij) નિમિતે રાજકોટમાં ગાડીઓનું થયું ધૂમ વેંચાણ
ફ્લિપકાર્ટ (Flipkart)ના CEOએ કર્મચારીઓના કર્યા વખાણ
કર્મચારીઓને મોકલવામાં આવેલા ઈ-મેલમાં ફ્લિપકાર્ટ (Flipkart) સમૂહના મુખ્ય કારોબારી અધિકારી (Flipkart Group Chief Executive Officer) કલ્યાણ કૃષ્ણમૂર્તિ (Kalyan Krishnamurthy)એ આ ઉપલબ્ધી સુધી પહોંચવા માટે કર્મચારીઓની ભૂમિકાના વખાણ કર્યા છે.
આ પણ વાંચો- Share Market Updates: આજે સતત બીજા દિવસે શેર બજારની મજબૂત શરૂઆત, નિફ્ટી 15,700ને પાર
કર્મચારીઓને ઈ-મેઈલમાં કોઈ વધુ માહિતી નથી અપાઈ
ફ્લિપકાર્ટ (Flipkart)ના CEOએ જણાવ્યું હતું કે, અમે હંમેશા જ પોતાના કર્મચારીઓને નિયમિત રીતે પોતાના વિકલ્પોને રિડીમ કરવાનો અવસર ઉપલબ્ધ કરાવે છે. આ વર્ષે અમે પોતાના કર્મચારીઓથી 5 ટકા વધુ શેર વિકલ્પોને ફરી ખરીદીશું. જોકે, ઈ-મેઈલમાં આ અંગે વધુ જાણકારી નથી આપી, પરંતુ સૂત્રોનું કહેવું છે કે, કંપની કર્મચારી શેર વિકલ્પની ફરી ખરીદી પર 600 કરોડ રૂપિયા ખર્ચ કરશે.