- 8 મી જૂને મંત્રીઓની પેનલ તેની ભલામણ આપશે
- આ પેનલમાં મહારાષ્ટ્ર, ગુજરાત અને યુ.પી.ના પ્રધાનો છે.
- કોરોનાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી પેનલ
ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કાઉન્સિલે કોરોનાને લગતા માલ પર ટેક્સ છૂટ અંગે 8 સભ્યોના મંત્રીઓની પેનલની રચના કરી છે. આ પેનલના કન્વીનર તરીકે મેઘાલયના મુખ્ય પ્રધાન કોનરાડ સંગમાની નિમણૂક કરવામાં આવી છે. નાણાં મંત્રાલયે એક નિવેદનમાં આ માહિતી આપી છે.
8 જૂને આપશે રીપોર્ટ
28 મે શુક્રવારે જીએસટી કાઉન્સિલની 43 મી બેઠકમાં કોવિડને લગતા માલ પર ટેક્સ છૂટ અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. બેઠકમાં આ મુદ્દે 8 સભ્યોની પેનલ બનાવવાની સંમતિ આપવામાં આવી હતી. નાણાં પ્રધાન નિર્મલા સીતારામને કહ્યું હતું કે આ પેનલ રસીઓ અને તબીબી સપ્લાય પરના ટેક્સના દર અંગે નિર્ણય લેશે. આ પેનલ 8 જૂને કાઉન્સિલને પોતાનો અહેવાલ રજૂ કરશે.
હાલનો ટેક્સ
હાલમાં સ્થાનિક રીતે ઉત્પાદિત કોવિડ રસી ઉપર 5% જીએસટી લાગૂ કરવામાં આવી રહ્યો છે. તે જ સમયે, કોવિડ સાથે સંકળાયેલી દવાઓ અને ઓક્સિજન કન્સન્ટ્રેટ્સ પર 12% જીએસટી લાગૂ કરવામાં આવી રહ્યો છે. વિરોધી પક્ષો, સામાજિક સંસ્થાઓ સહિત સામાન્ય લોકો કોવિડ સાથે જોડાયેલી દવાઓ અને અન્ય ઉપકરણો પર જીએસટી દર ઘટાડવાની માંગ કરી રહ્યા છે. જેથી સામાન્ય લોકો સસ્તા દરે કોવિડ દવાઓ મેળવી શકે.
આ પણ વાંચો : મેડિકલ સાધનોના 200 ટકાથી લઇને 1,000 ટકા લેવાય છે ભાવ
પેનલના સભ્યો
- નીતિનભાઇ પટેલ, ડેપ્યુટી સીએમ, ગુજરાત.
- અજિત પવાર, ડેપ્યુટી સીએમ, મહારાષ્ટ્ર.
- મુવેન ગોદીનહો, પરિવહન અને પંચાયતી રાજ પ્રધાન, ગોવા.
- કે.એન. બાલાગોપાલ, નાણામંત્રી, કેરળ.
- નિરંજન પુરી, નાણાં પ્રધાન, ઓડિશા.
- હરીશ રાવ, તેલંગાણાના નાણાં પ્રધાન.
- સુરેશ ખન્ના, નાણામંત્રી, ઉત્તર પ્રદેશ.
આ પણ વાંચો : બ્લેક ફંગસની દવાઓની આયાત પર ફી માફ: નાણાં પ્રધાન
પેનલ આ વસ્તુઓ પર જીએસટી મુક્તિ અંગે ભલામણ આપશે
કોવિડ રસી, કોવિડની સારવારમાં ઉપયોગમાં લેવાતી દવાઓ અને કોવિડ માટે પરીક્ષણ કિટ.
મેડિકલ ગ્રેડ ઓક્સિજન, પલ્સ ઓક્સિમીટર, હેન્ડ સેનિટાઈઝર, ઓક્સિજન ઉપચાર સાધનો જેમ કે કોન્સ્રેટર્સ, જનરેટર અને વેન્ટિલેટર, પીપીઈ કિટ્સ, એન 95 માસ્ક, સર્જિકલ માસ્ક, તાપમાન માપવાના ઉપકરણો.
કોવિડથી રાહત માટે વપરાયેલી અન્ય વસ્તુઓ.