- આજે નાણાકીય બિડની પ્રક્રિયા શરૂ કરી
- ઉદ્યોગપતિ જેઆરડી ટાટાએ કરી હતી સ્થાપના
- ટાટા એરલાઇન્સનું નામ બદલીને એર ઇન્ડિયા
દિલ્હી: સરકારી એરલાઇન એર ઇન્ડિયાના વિનિવેશના અંતિમ તબક્કા માટે નાણાકીય બિડ 15 સપ્ટેમ્બર સુધીમાં અપેક્ષિત છે. બિડર્સમાં ટાટા ગ્રુપ અને સ્પાઇસ જેટના પ્રમોટર અજય સિંહનો સમાવેશ થાય છે. બિડ રજૂ કર્યા પછી, કંપનીના વેચાણ માટે કેન્દ્રીય કેબિનેટની મંજૂરીની જરૂર પડશે. એર ઇન્ડિયાની શરૂઆત ટાટા ગ્રુપે જ કરી હતી. હવે 68 વર્ષ પછી, ફરી એક વખત એર ઇન્ડિયા ટાટા જૂથ સાથે જોડાશે.
ઉદ્યોગપતિ જેઆરડી ટાટાએ કરી હતી સ્થાપના
ટાટા એરલાઇન્સની સ્થાપના 1932 માં જાણીતા ઉદ્યોગપતિ જેઆરડી ટાટાએ કરી હતી. બ્રિટીશ રોયલ એરફોર્સના પાયલોટ હોમી ભરૂચા ટાટા એરલાઇન્સના પ્રથમ પાઇલટ હતા, જ્યારે જેઆરડી ટાટા અને નેવિલ વિન્સેન્ટ બીજા અને ત્રીજા પાઇલટ હતા. જેઆરડી ટાટા કરાચીથી બોમ્બે માટે ઉડાન ભરી હતી. 15 ઓક્ટોબર 1932 ના રોજ આ ફ્લાઇટ દરમિયાન, તેના જહાજમાં ટપાલ હતી. બોમ્બે પછી, નેવિલે વિસેન્ટે આ વિમાનને ચેન્નઈ માટે ઉડાન ભરી.
આ પણ વાંચો : ભુપેન્દ્ર પટેલની સરકારના પ્રધાનો લેશે શપથ, કયા પ્રધાનોનું પત્તું કપાશે-કોને મળશે જગ્યા, જુઓ વિશેષ અહેવાલ
ટાટા એરલાઇન્સનું નામ બદલીને એર ઇન્ડિયા
ટાટા ગ્રુપના ભૂતપૂર્વ ચેરમેન જેઆરડી ટાટા માત્ર ઉદ્યોગપતિઓ સુધી મર્યાદિત ન હતા. તેમને વિમાનમાં રસ હતો અને 1929 માં JRD ટાટાને પાયલોટનું લાયસન્સ મળ્યું. પાયલોટનું લાયસન્સ જારી કરનારા તેઓ ભારતના પ્રથમ વ્યક્તિ હતા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન એરલાઇન્સ બંધ કરવામાં આવી હતી. જ્યારે એરલાઇન્સ ફરી પુન:સ્થાપિત કરવામાં આવી ત્યારે 29 જુલાઇ 1946 ના રોજ ટાટા એરલાઇન્સનું નામ બદલીને એર ઇન્ડિયા લિમિટેડ કરવામાં આવ્યું.
આ પણ વાંચો : આજે Engineers day નિમિત્તે PM Modiએ તમામ એન્જિનિયર્સને પાઠવી શુભેચ્છા
નવ ખાનગી કંપનીઓનું રાષ્ટ્રીયકરણ
આઝાદી પછી, 1947 માં, એર ઇન્ડિયાની 49 ટકા ભાગીદારી સરકાર દ્વારા લેવામાં આવી હતી. 1953 માં તેનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. ઓગસ્ટ 1953 માં, સરકારે તમામ નવ ખાનગી કંપનીઓનું રાષ્ટ્રીયકરણ કર્યું. હવે એર ઇન્ડિયા ફરી એક વખત સરકારના હાથમાંથી ખાનગી હાથમાં જવા જઈ રહી છે. સરકાર 2021 ના અંત સુધીમાં તેને ખાનગી હાથમાં સોંપવાની યોજના ધરાવે છે. ટાટા જૂથે એરએશિયા ઇન્ડિયા મારફતે એર ઇન્ડિયા માટે બિડ કરી છે અને તેના એક્ઝિક્યુટિવ્સ છેલ્લા કેટલાક મહિનાઓથી સમગ્ર ભારતમાં એરલાઇન સાઇટ્સની મુલાકાત લઇ રહ્યા છે.