ETV Bharat / business

દેશમાં હાઈડ્રોક્સિક્લોરોક્વીનનો પર્યાપ્ત ભંડારઃ સરકાર - ઈપ્કા અને ઝાઈડસ કૈડિલા

હાઈડરોક્સિક્લોરોક્વીનને કોરોના વાઇરસના સંક્રમણની સારવાર કરવામાં મહત્વપૂર્ણ અને ઉપયોગી ગણવામાં આવે છે. સામાન્ય રીતે મેલેરિયાની સારવારમાં ઉપયોગી થનારી આ દવાનો સૌથી મોટો ઉત્પાદક દેશ ભારત છે.

ETV BHARAT
દેશમાં હાઈડ્રોક્સિક્લોરોક્વીનનો પર્યાપ્ત ભંડારઃ સરકાર
author img

By

Published : Apr 10, 2020, 4:54 PM IST

નવી દિલ્હીઃ સરકારે શુક્રવારે કહ્યું કે, ભારતમાં હાઈડ્રોક્સિક્લોરોક્વીન દવાનો પર્યાપ્ત ભંડાર છે અને ભારતની બજારમાં આ દવાની અછત ન આવે તેના માટે દરેક સંભવ પગલું લેવામાં આવી રહ્યું છે. હાઈડ્રોક્સિક્લોરોક્વીનને કોરોના વાઇરસના સંક્રમણની સારવાર કરવામાં મહત્વપૂર્ણ અને ઉપયોગી ગણવામાં આવે છે. સામાન્ય રીતે મલેરિયાની સારવારમાં ઉપયોગી થનારી આ દવાનો સૌથી મોટો ઉત્પાદક દેશ ભારત છે.

ડ્રગ રેગ્યુલેટર નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટીના ચેરમેન શુભ્રા સિંહે PTIને કહ્યું કે, ભારતમાં હાઈડ્રોક્સિક્લોરોક્વીનનો પર્યાપ્ત ભંડાર છે. તેની દૈનિક ધોરણે માંગ, ઉપલબ્ધતા અને ઉત્પાદન પર અમારૂં ધ્યાન છે.

તેમણે કહ્યું કે, રુમેટોઈડ આર્થરાઈટિસ, મેલેરિયા અને લુપુસની સારવારમાં ઉપયોગી થનારી આ દવાનું સૌથી વધુ ઉત્પાદન ભારતમાં કરવામાં આવે છે.

તેમણે કહ્યું કે, દેશમાં હાઈડ્રોક્સિક્લોરોક્વીનની ઉપલબ્ધતા નક્કી કરવી અમારી પ્રાથમિકતા છે. ભારતની માંગ પૂર્ણ થયા બાદ તેની નિકાસ કરવામાં આવશે.

જો કે, તેમણે ચેતવણી આપી છે કે, આ દવાનો ઉપયોગ માત્ર ત્યારે જ કરવાનો જ્યારો ડૉક્ટર આની સલાહ આપે. ભારતમાં હાઈડ્રોક્સિક્લોરોક્વીનના કુલ વૈશ્વિક પુરવઠાના 70 ટકા ઉત્પાદન કરે છે. ઈપ્કા અને ઝાઈડસ કૈડિલા દેશમાં હાઈડ્રોક્સિક્લોરોક્વીનનું ઉત્પાદન કરનારી મુખ્ય કંપનીઓ છે.

ભારતીય દવા કંપનીઓએ પણ આ અઠવાડિયામાં કહ્યું કે, દેશમાં હાઈડ્રોક્સિક્લોરોક્વીનનો પર્યાપ્ત ભંડાર છે. તેમણે કહ્યું હતું કે, તે ભારતની માંગ સાથે જ નિકાસના ઓર્ડરોની પૂર્તિ માટે ઉત્પાદન વધારવા તૈયાર છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.