- ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝ સ્પુટનિક વી વેક્સિન વેચવાના અધિકાર મેળવવા માટે કરી રહ્યા છે વાતચીત
- ભારતમાં કોવિડ-19 રસી સ્પુટનિકના 25 કરોડ ડોઝ વેચવાનો કરાર કર્યો
- RDIF તરફથી રસીના બે લાખથી વધુ ડોઝ મળ્યાં
હૈદરાબાદઃ ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝ ભારત સહિત અન્ય દેશોમાં સ્પુટનિક વી વેક્સિન વેચવાના અધિકાર મેળવવા માટે RDIF સાથે વાતચીત કરી રહી છે. કંપનીના વરિષ્ઠ અધિકારીએ આ માહિતી આપી હતી. ડૉ. રેડ્ડીએ રશિયન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ (RDIF) સાથે ભારતમાં કોવિડ-19ની વેક્સિન સ્પુટનિકના 12.5 કરોડ લોકો માટે 25 કરોડ ડોઝ વેચવાનો કરાર કર્યો છે.
આ પણ વાંચોઃ ભારતને ઓક્ટોબર સુધી મળી શકે છે હર્ડ ઈમ્યુનિટીઃ SBI રિપોર્ટ
એપોલો હોસ્પિટલના સહયોગથી વેક્સિન લગાવવાની શરૂઆત કરવામાં આવી
ડૉ. રેડ્ડીઝને તાજેતરમાં જ RDIF તરફથી રસીના બે લાખથી વધુ ડોઝ મળ્યાં છે અને તાજેતરમાં એપોલો હોસ્પિટલના સહયોગથી વેક્સિન લગાવવાની શરૂઆત કરવામાં આવી છે. ડૉ. રેડ્ડીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ઈરેજ ઇઝરાઇલીએ કહ્યું, "અમે તેમની (RDIF) સાથે બીજા દેશો માટે જથ્થા અને અધિકારો, સંપત્તિ પરમિટ વિશે ચર્ચા કરી રહ્યા છીએ." એક સવાલના જવાબમાં ઇઝરાઈલીએ કહ્યું કે, તેમને આશા છે કે જો બધુ બરાબર ચાલશે તો 12 મહિનાની અંદર 12.5 કરોડ ડોઝની સપ્લાય પૂર્ણ થઈ જશે.