ETV Bharat / business

Diesel 20 પૈસા પ્રતિ લિટર સસ્તું થયું, Petrolની કિંમતમાં સતત 33મા દિવસે કોઈ વધારો નહીં - કેન્દ્રિય નાણાં પ્રધાન સીતારમણ

દેશભરમાં અનેક રાજ્યોમાં પેટ્રોલની કિંમતે સદી ફટકારી છે. ત્યારે આજે (19 ઓગસ્ટે) ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ (Oil marketing companies) સતત બીજા દિવસે ડીઝલની કિંમતમાં (Diesel Price) ઘટાડો કર્યો છે. આજે પણ ડીઝલની કિંમત 20 પૈસા પ્રતિ લિટર સસ્તું થયું છે. આ પહેલા બુધવારે પણ ડીઝલ 20 પૈસા પ્રતિ લિટર સસ્તું થયું હતું. જોકે, આજે સતત 33મા દિવસે પણ પેટ્રોલની કિંમત સ્થિર છે.

Diesel 20 પૈસા પ્રતિ લિટર સસ્તું થયું, Petrolની કિંમતમાં સતત 33મા દિવસે કોઈ વધારો નહીં

author img

By

Published : Aug 19, 2021, 10:31 AM IST

  • આજે સતત બીજા દિવસે ડીઝલની કિંમતમાં (Diesel Price) 20 પૈસા પ્રતિ લિટરનો ઘટાડો
  • આજે સતત 33મા દિવસે પેટ્રોલની કિંમતમાં (Petrol Price) કોઈ વધારો નથી થયો
  • ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ સતત બીજા દિવસે ડીઝલની કિંમત (Diesel Price)માં ઘટાડો કર્યો

ન્યૂઝ ડેસ્કઃ ડીઝલના ગ્રાહકો માટે આજે સારા સમાચાર આવ્યા છે. કારણ કે, ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (Oil marketing companies)એ આજે સતત બીજા દિવસે ડીઝલની કિંમતમાં 20 પૈસા પ્રતિ લિટરનો ઘટાડો કર્યો છે. આ પહેલા બુધવારે પણ ડીઝલ 20 પૈસા પ્રતિ લિટર સસ્તું થયું હતું. તો આ તરફ આજે 33મા દિવસે પણ પેટ્રોલની કિંમતોમાં (Petrol Price) કોઈ ફેરફાર નથી થયો. આ પહેલા પેટ્રોલ 17 જુલાઈએ 35 પૈસા પ્રતિ લિટર મોંઘું થયું હતું. તો ડીઝલ છેલ્લી વખત 15 જુલાઈએ 15 પૈસા પ્રતિ લિટર મોંઘું થયું હતું. ત્યારથી રિટેલ ફ્યૂઅલની કિંમત સ્થિર ચાલી રહી હતી, જેના કારણે કિંમતોમાં ઘટાડો થવાની આશા વ્યક્ત કરવામાં આવી હતી.

આ પણ વાંચો- HDFC બેન્ક નવા ક્રેડિટ કાર્ડ વેચી શકશે, RBIએ અંશતઃ પ્રતિબંધ હટાવ્યો

આ પણ વાંચો- WhatsApp Payment: ભારતમાં શરૂ થઇ વોટ્સએપ-પે સર્વિસ, મેસેજ સાથે કરી શકાશે ચૂકવણી

સરકાર કિંમત ઘટાડવાની સ્થિતિમાં નથીઃ નિર્મલા સીતારમણ

જોકે, આ સપ્તાહે પેટ્રોલ-ડીઝલની આબકારી જકાતમાં ઘટાડા અંગે કેન્દ્રિય નાણાં પ્રધાન સીતારમણને (Union Finance Minister Sitharaman) એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. તો તેમણે જણાવ્યું હતું કે, સરકાર કિંમત ઘટાડવાની સ્થિતિમાં નથી. કારણ કે, તેઓ આ પહેલાની સરકારના ઓઈલ બોન્ડ્સના બોજ નીચે દબાયેલા છે.

પેટ્રોલ-ડીઝલની આજે શું કિંમત (Petrol-Diesel Price) છે? જુઓ

રાજ્યપેટ્રોલ (રૂ.) (પ્રતિ લિટર)ડીઝલ (રૂ.) (પ્રતિ લિટર)
ગુજરાત98.5496.50
દિલ્હી101.8489.47
મુંબઈ107.8397.04
કોલકાતા102.0892.57
ચેન્નઈ99.4794.02
બેંગલુરૂ105.2594.86
ભોપાલ110.2098.26
લખનઉ98.9289.81
પટના104.2595.16
ચંદીગઢ97.9389.12

cSMS દ્વારા પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકાશે

પેટ્રોલ-ડીઝલની કિંમત પણ SMS દ્વારા જાણી શકાશે. ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર, તમારે RSP અને તમારો સિટી કોડ લખીને 9224992249 નંબર પર મોકલવો પડશે. દરેક શહેરનો કોડ અલગ છે. જે તમને IOCL વેબસાઇટ પરથી મળશે.

નવા ભાવ સવારે 6 વાગ્યાથી લાગુ થાય

પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગે બદલાય છે. નવા ભાવ સવારે 6 વાગ્યાથી લાગુ થશે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા પછી તેની કિંમત લગભગ બમણી થઇ જાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.