નવી દિલ્હીઃ કોરોના વાઇરસના સંકટ કાળમાં ગત 1 મહિનાથી લોકડાઉન છે. સમગ્ર દેશ બંધ પડ્યો છે, લોકો ઘરોમાં કેદ છે, ફેક્ટરીઓમાં તાળા લાગેલાં છે. જેની અસર અર્થવ્યવસ્થા પર પડી છે અને GDPની ગતી થંભી ગઇ છે. અર્થવ્યવસ્થાની સામે આવેલા આ પડકારોને લઇને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ગુરુવારે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન સાથે ચર્ચા કરી હતી. જેમાં રઘુરામ રાજને કહ્યું કે, ગરીબોની મદદ કરવી જરૂરી છે. જેના માટે સરકારના 65 હજાર કરોડ ખર્ચ થશે.
આરબીઆઈના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને કહ્યું હતું કે વૈશ્વિક મંચ પર ભારત મોટી ભૂમિકા ભજવી શકે છે, નવા વર્લ્ડ ઓર્ડરમાં ભારત પોતાનું સ્થાન બનાવી શકે છે. શક્તિશાળી લોકોને શક્તિળશાળી નેતાઓ સારા લાગે છે. આપણે વહેંચાયેલા સમાજ સાથે ક્યાંય પહોંચી શકતા નથી. રઘુરામ રાજને કહ્યું કે આજે આરોગ્ય અને નોકરી માટે સારી વ્યવસ્થા કરવાની જરૂર છે.
વૈશ્વિક સ્તરે અર્થવ્યવસ્થા અંગે રઘુરામ રાજને કહ્યું કે મને લાગે છે કે વૈશ્વિક આર્થિક પ્રણાલીમાં કંઈક ખોટું છે, લોકો પાસે નોકરી નથી, જેની પાસે નોકરી છે તેમને વધુ ચિંતા છે, આવકનું અસમાન વિતરણ થઇ રહ્યું છે તકનું યોગ્ય વિતરણ કરવું પડશે.
અસમાનતા સામે લડવું પડકાર, યુપી-તમિલનાડુ માટે નીતિ સારી નથી: રાહુલ
આ ચર્ચામાં રાહુૂલ ગાંધીએ કહ્યું કે, ભારતીય સમાજની અર્થવ્યવસ્થા અમેરિકી સમાજથી ઘણી અલગ છે, એવામાં સામાજીત બદલાવ જરૂરી છે. દરેક રાજ્યની અલગ રીત છે, તમિલનાડુ અને ઉત્તર પ્રદેશને સમાન રીતે જોવું યોગ્ય નથી. ભારતમાં હંમેશા સત્તા કંટ્રોલ કરવા માગે છે, જે ઘણા લાંબા સમયથી ચાલી આવે છે.
રાહુલ બોલ્યા કે, આજે જે પ્રકારે અસમાનતા છે, તે ચિંતાનો વિષય છે. આ સમાનતાને પૂર્ણ કરવી જરૂરી છે.
અર્થશાસ્ત્રી રઘુરામ રાજને કહ્યું કે, અમારી પાસે લોકોના જીવનને શ્રેષ્ઠ કરવાનો રસ્તો છે, ફૂડ, હેલ્થ એજ્યુકેશન પર ઘણા રાજ્યોએ સારી કામગીરી કરી છે, પરંતુ સૌથી મોટો પડકાર મિડલ ક્લાસ માટે છે, જેમની પાસે નોકરી નથી.
અર્થવ્યવસ્થાને કેવી રીતે ખોલવી જોઈએ?
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, આજે લોકોના મગજમાં ઘણા પ્રકારના પ્રશ્નો છે, આ વાઇરસ વચ્ચે અર્થવ્યવસ્થાને લઇને ઘણી ચિંતા છે. એવામાં આ તમામ પડકારો સામે કેવી રીતે લડવું જોઈએ. જેના જવાબમાં રઘુરામ રાજન બોલ્યા કે, કોરોનાને હરાવવાની સાથે સાથે આપણે લોકોની રોજગારી અંગે પણ વિચારવાની જરૂર છે. જેના માટે વર્કપ્લેસને સુરક્ષિત કરવું જરૂરી છે.
કોરોના વાઇરસના કારણે દેશમાં લાગૂ લોકડાઉનને લઇને રાહુલ ગાંધીએ પૂછ્યું કે, લોકડાઉન દરમિયાન અર્થવ્યવસ્થાને કેવી રીતે ખોલવી જોઈએ?
જેના જવાબમાં રઘુરામ રાજને કહ્યું કે, બીજા લોકડાઉનને લાગૂ કરવાનો મતલબ છે કે, તમે અર્થતંત્રને ખોલવા માટેની તૈયારી શરખી રીતે કરી શક્યા નથી. એવામાં લોકોના મનમાં પ્રશ્ન છે કે, શું લોકડાઉન-3 પણ આવશે. જો આપણે વિચારીંએ કે, શૂન્ય કેસમાં અર્થતંત્રને ખોલવમાં આવે, તો આ સંભવ છે.
ઉલ્લેખનીય છે કે, રઘુરામ રાજન 2013થી 2016 સુધી રિઝર્વ બેન્કના ગવર્નર રહી ચૂક્યા છે. ઘણી વખત તેમણે મોદી સરકારની આર્થિક નીતિઓની ટીકા પણ કરી છે.