ETV Bharat / business

અમેરિકાની પછાડી ચીન બન્યો સૌથી અમીર દેશ, જાણો કેટલી સંપત્તિ થઈ? - china wealthiest nation

ચીનની સંપત્તિને (China's wealth) લઈને એક મોટા સમાચાર આવ્યા છે. છેલ્લા 2 દાયકા દરમિયાન વિશ્વની કુલ સંપત્તિમાં 3 ગણો વધારો થયો છે. આમાંથી એક-તૃત્યાંશ સંપત્તિ તો માત્ર ચીનની છે. આ સાથે જ ચીન અમેરિકાને પછાડીને સૌથી અમીર દેશ (The richest country is China) બની ગયો છે. વિશ્વની 60 ટકા આવક માટે જવાબદાર 10 દેશોની બેલેન્સશિટ પર નજર રાખનારી મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ મેકિન્સે એન્ડ કંપનીની (Management Consultant McKinsey & Co.) અનુસંધાન શાખાના રિપોર્ટથી (Research Branch Report) આ જાણકારી સામે આવી છે.

અમેરિકાની પછાડી ચીન બન્યો સૌથી અમીર દેશ, જાણો કેટલી સંપત્તિ થઈ?

author img

By

Published : Nov 16, 2021, 3:37 PM IST

  • છેલ્લા 2 દાયકામાં સમગ્ર વિશ્વની સંપત્તિમાં 3 ગણો વધારો થયો
  • વિશ્વની કુલ સંપત્તિમાં (The total wealth of the world) એક-તૃત્યાંશ સંપત્તિ માત્ર ચીનની છે
  • ચીન અમેરિકાને પછાડીને સૌથી અમીર દેશ (The richest country is China) બન્યો

નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન (US President Joe Biden) અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ (Chinese President Xi Jinping) વચ્ચે વર્ચ્યૂઅલ બેઠક યોજાઈ હતી, જેમાં બંને દેશે પરસ્પર કટ્ટરતાને (Mutual bigotry) દૂર કરવાની વાત કહી છે. આ તમામની વચ્ચે એક મોટા સમાચાર આવી રહ્યા છે કે, ચીને વિશ્વના સૌથી શક્તિશાળી દેશ અમેરિકાને (America the most powerful country) પછાડી દીધો છે.

મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ મેકિન્સે એન્ડ કંપનીના રિપોર્ટમાં બહાર આવી માહિતી

આપને જણાવી દઈએ કે, છેલ્લા 20 વર્ષમાં વિશ્વની સંપત્તિ ત્રણ ગણી થઈ ગઈ છે. તો વિશ્વની કુલ સંપત્તિમાં (The total wealth of the world) ડ્રેગનની ભાગીદારી (Dragon's participation) અત્યાર સુધી એક-તૃત્યાંશ થઈ ગઈ છે. આટલું જ નહીં છેલ્લા 2 દાયકા દરમિયાન સંપત્તિના મામલામાં અમેરિકાને પછાડીને ચીન પહેલા ક્રમાંકે આવી ગયું છે. વિશ્વની 60 ટકા આવક માટે જવાબદાર 10 દેશોની બેલેન્સશિટ પર નજર રાખનારી મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ મેકિન્સે એન્ડ કંપનીની (Management Consultant McKinsey & Co.) અનુસંધાન શાખાના રિપોર્ટથી (Research Branch Report) આ જાણકારી સામે આવી છે.

આ પણ વાંચોઃ એસ. જે. એસ. એન્ટરપ્રાઇઝીસ લિમિટેડના ઇક્વિટી શેરનો IPO 1 નવેમ્બર, 2021ના રોજ ખુલશે

થોડા હાથોમાં ધનિક દેશોની સંપત્તિ

વિશ્વમાં સૌથી વધુ સંપત્તિવાળા ચીન અને બીજા ક્રમાંક પર વર્તમાન અમેરિકામાં પણ ધનનો મોટો ભાગ થોડા જ અમીરો પાસે છે. રિપોર્ટ અનુસાર, આ બંને અમીર દેશોમાં 10 ટકા વસતી પાસે સૌથી વધુ ધન છે. આટલું જ નહીં, આ બંને દેશોમાં એવા અમીરોની સંખ્યા વધતી જઈ રહી છે કે, જે સીધી રીતે ગરીબી-અમીરીની વચ્ચે અંતર પેદા કરી રહી છે.

વિશ્વની 68 ટકા સંપત્તિ સ્થાવર

વિશ્વની કુલ સંપત્તી વર્ષ 2000માં 156 ખરબ ડોલર હતી, જેનાથી આગામી 20 વર્ષમાં એટલે કે વર્ષ 2020માં વધીને 514 ખરબ ડોલર થઈ ગઈ છે. મૈકિન્સે ગ્લોબલ ઈન્સ્ટિટ્યૂટના એક સહયોગી જાન મિશકેએ કહ્યું હતું કે, અમે (વિશ્વ) હવે પહેલાથી વધુ અમીર છીએ. મૈકિન્સની ગણતરી અનુસાર, વૈશ્વિક કુલ સંપત્તીનો 68 ટકા સ્થાવર સંપત્તિ તરીકે છે. જ્યારે અન્ય સંપત્તિમાં પાયાકીય ઢાંચો, મશીનરી અને સાધનો જેવી વસ્તુઓ સામેલ છે. આ ઉપરાંત ખૂબ જ ઓછો ભાગ બૌદ્ધિક સંપત્તિ અને પેટન્ટ તરીકે છે.

ચીને લગાવ્યો લાંબો કૂદકો, બન્યો સૌથી અમીર દેશ

રિપોર્ટ અનુસાર, વર્ષ 2000માં ચીનની કુલ સંપત્તિ માત્ર 7 ખરબ ડોલર હતી, જે 2020માં ખૂબ જ ઝડપથી વધીને 120 ખરબ ડોલર થઈ ગઈ છે. વિશેષ વાત એ છે કે, વર્ષ 2000થી એક વર્ષ પહેલા જ ચીનને વિશ્વ વેપાર સંગઠનમાં પ્રવેશ મળ્યો હતો. એ દર્શાવે છે કે, ચીનની અર્થવ્યવસ્થાએ ત્યારથી કેટલી ઝડપથી વૃદ્ધિ કરી છે. 20 વર્ષના સમયગાળામાં વિશ્વએ જેટલી સંપત્તિ કમાઈ છે. તેમાંથી લગભગ એક-તૃત્યાંશ ચીનની જ છે.

અમેરિકાની સંપત્તિ બમણી થઈ

અમેરિકાની સંપત્તિ (Wealth of America) છેલ્લા 20 વર્ષમાં વધીને બમણી થઈ છે. વર્ષ 2000માં અમેરિકી સંપત્તિ 90 ખરબ ડોલર હતી. રિપોર્ટનું કહેવું છે કે, અહીં પ્રોપર્ટીની કિંમતમાં ખૂબ જ વધારે વૃદ્ધિ ન થવાથી અમેરિકાની સંપત્તિ (Wealth of America) ચીનની સરખામણીમાં ઓછી રહી અને તેણે પોતાના નંબરનું એક સ્થાન ગુમાવ્યું છે.

આ પણ વાંચોઃ કેન્દ્રની રાજકોષીય ખોટ પહેલા 6 મહિનામાં વાર્ષિક લક્ષ્યની 35 ટકા, CGAના આંકડામાં ખુલાસો

અમીર વિશ્વમાં પોતાનું ઘર બનાવવું વધુ મુશ્કેલ થશે

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, છેલ્લા 2 દાયકા દરમિયાન વિશ્વની કુલ સંપત્તિમાં થયેલી તેજ વૃદ્ધિએ વૈશ્વિક જીડીપી (Global GDP)માં થયેલી વૃદ્ધિને પાછળ છોડી દીધી છે. વ્યાજના દર ઘટવાના કારણે સંપત્તિની કિંમત વધી ગઈ છે. સંપત્તિની કિંમતોમાં જે તેજી આવી છે. તે આવકના સાપેક્ષ લાંબા ગાળાની સરેરાશથી લગભગ 50 ટકા વધુ છે. આનાથી વિશ્વની સંપત્તિમાં આવેલી તેજીની સ્થિરતા પર પ્રશ્નો ઉભા થાય છે. જો વિશ્વમાં રિયલ એસ્ટેટની કિંમતો આ રીતે વધતી ગઈ તો લોકો માટે ઘર ખરીદવું અઘરું પડી જશે, જેનાથી આર્થિક સંકટ પેદા થશે. વિશ્વને આનો રસ્તો શોધવા માટે એવું રોકાણ કરવું પડશે, જેનાથી વૈશ્વિક જીડીપી (Global GDP) વધે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.