નવી દિલ્હી: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ નાણાપ્રધાન પી. ચિદમ્બરમે મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓને 50,000 કરોડ રૂપિયાની વિશેષ રોકડ સુવિધા આપવાની રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયાની જાહેરાતને આવકારી છે.
તેમણે સોમવારે ટ્વીટ કર્યું, કે "મ્યુચ્યુઅલ ફંડ્સ માટે 50,000 કરોડ રૂપિયાની વિશેષ લિક્વિડિટી સુવિધાની આરબીઆઈની જાહેરાતનું હું સ્વાગત કરું છું. મને ખુશી છે કે આરબીઆઈએ બે દિવસ પહેલા વ્યક્ત કરેલી મારી ચિંતાઓની નોંધ લીધી અને ત્વરિત કાર્યવાહી કરી. "
રિઝર્વ બેન્કે મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓને 50,000 કરોડ રૂપિયાની વિશેષ રોકડ સુવિધાની જાહેરાત કરી છે. રિઝર્વ બેન્કે આ જાહેરત ફ્રેન્કલિન ટેમ્પલટન મ્યુચ્યુઅલ ફંડ કંપનીએ તેની છ બોન્ડ યોજનાઓ બંધ કરી તેના બાદ કરી છે.