વોલ્વો આ ડ્રાઈવર મોનીટરીંગ સિસ્ટમનો પ્રયોગ વર્ષ 2020માં પોતાની કારમાં કરશે. વોલ્વોએ સ્વીડનમાં આયોજિત મોમેન્ટ ઈવેન્ટ દરમિયાન પોતાની સૌથી આધુનિક ટેકનોલોજી રજૂ કરી હતી. કંપનીનું માનવું છે કે, તેનાથી વાહન પુરી રીતે સુરક્ષિત થઈ જશે અને તેનાથી કોઈ પણ પ્રકારની ઈમરજન્સી દરમિયાન દુર્ઘટનાની સ્થિતિ ઉભી નહીં થાય અથવા તો તેને ટાળી શકાશે.
ડ્રાઈવર મોનીટરિંગ સિસ્ટમ એક પ્રિ-પ્રોગ્રામ ટેકનોલોજી છે, જે કારમાં પહેલાથી ઈન્સ્ટોલ કરાશે. જો કાર ચાલક નશામાં હશે અને તેનો કન્ટ્રોલ કાર પર નહી હોય, તો આવી સ્થિતિમાં સિસ્ટમ ડેટા એકત્રિત કરશે.આ ઉપરાંત, કારની કેબિનમાં એક કેમેરા પણ લગાવવામાં આવશે, જે ચાલકના હાવભાવ અને વ્યવહારનો ડેટા એકઠો કરશે. કારની સ્પીડ, ડ્રાઈવિંગ સ્ટાઈલ, સ્ટીયરિંગ મુવમેન્ટ અને બ્રેકિંગને ધ્યાનમાં રાખીને ટેકનોલોજી આ વાતનું ધ્યાન રાખશે કે ચાલક નશામાં છે કે નહી.
આ ઉપરાંત, સિસ્ટમ નક્કી કરશે કે ચાલક નશામાં છે તો ડ્રાઈવરને એલર્ટ કરશે. આ એલર્ટ બાદપણ ચાલક ધ્યાન નહીં આપે તો મોનીટરીંગ સિસ્ટમ કારની ગતિને ધીમી કરી દેશે અને તત્કાલ વોલ્વો કોલ સેન્ટરને સૂચિત કરશે. જે બાદ વોલ્વો કોલ સેન્ટરથી કાર ચાલકના રજિસ્ટર મોબાઈલ ફોન પર કોલ આવશે. આ દરમિયાન પણ જો કાર ચાલક ધ્યાન નહી આપે, તો આ સિસ્ટમ કારની ગતિને ધીમી કરી અને સુરક્ષિત જગ્યાએ કારને પાર્ક કરી દેશે.