ETV Bharat / business

કેડિલાએ ભારતમાં કોરોનાની દવા 'રેમડેસિવિયર' રજૂ કરી, 100 મિલિગ્રામ દીઠ 2800 રૂપિયા કિંમત - ઝાયડસ કેડિલા

ફાર્માસ્યુટિકલ કંપની ઝાયડસ કેડિલાએ શેર બજારને જણાવ્યું હતું કે રેમડેકની 100 મિલિગ્રામ બોટલની કિંમત 2,800 રૂપિયા છે, જે ભારતમાં ઉપલબ્ધ રેમડેસિવિયરની સૌથી સસ્તી બ્રાન્ડ છે.

COVID-19 drug
COVID-19 drug
author img

By

Published : Aug 13, 2020, 5:08 PM IST

નવી દિલ્હી: ફાર્માસ્યુટિકલ કંપની ઝાયડસ કેડિલાએ ગુરુવારે કહ્યું કે તેણે રેમડેક બ્રાન્ડ નામથી ભારતીય બજારમાં કોરોના વાઇરસથી સંક્રમિત દર્દીઓની સારવાર માટે ઉપયોગી, દવા રેમડેસિવિયર રજૂ કરી છે. ફાર્માસ્યુટિકલ કંપની ઝાયડસ કેડિલાએ શેર બજારને જણાવ્યું હતું કે રેમડેકની 100 મિલિગ્રામ બોટલની કિંમત 2800 રૂપિયા છે, જે ભારતમાં ઉપલબ્ધ રેમડેસિવિયરની સૌથી સસ્તી બ્રાન્ડ છે.

ઝાયડસ કેડિલાએ કહ્યું કે આ દવા તેના વિતરણ નેટવર્ક દ્વારા આખા દેશમાં ઉપલબ્ધ થશે. આ દવા સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં મળશે.

કેડિલા હેલ્થકેરના મેનેજિંગ ડિરેક્ટર ડો.શર્વિલ પટેલે જણાવ્યું હતું કે, "રેમડેક એ સૌથી સસ્તી દવા છે, કારણ કે અમે ઇચ્છીએ છીએ કે આ દવા કોવિડ-19ની સારવારમાં શક્ય તેટલા દર્દીઓ સુધી પહોંચે".

આ ડ્રગ માટે સક્રિય ફાર્માસ્યુટિકલ ઘટક (એપીઆઈ) જૂથના ગુજરાત પોઝિશન યુનિટમાં બનાવવામાં આવ્યું છે.

ઝાયડસ કેડિલા કોવિડ-19vr રસી બનાવવાનો પણ પ્રયાસ કરી રહ્યું છે અને ઝાયકોવ-ડી નામની આ રસી ક્લિનિકલ ટ્રાયલ્સના બીજા તબક્કામાં છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.