ETV Bharat / business

Business News: નવેમ્બરમાં નિકાસ 26 ટકા વધીને 29.88 અબજ ડોલરે પહોંચી, આયાતમાં 57 ટકાનો ઉછાળો

ભારતનું અર્થતંત્ર ધીમે ધીમે મજબૂત થઈ રહ્યું છે. દેશની વસ્તુઓની નિકાસ નવેમ્બરમાં 26.49 ટકા વધીને (Country's export of goods) 29.88 અબજ ડોલરે પહોંચી છે. જ્યારે આયાત 53.15 અબજ ડોલર રહી છે, જે ગયા વર્ષના આ મહિનાના 33.81 અબજ ડોલરની સરખામણીમાં 57.18 ટકા વધુ છે. ETV Bharatના વરિષ્ઠ સંવાદદાતા કૃષ્ણાનંદ ત્રિપાઠીનો રિપોર્ટ.

નવેમ્બરમાં નિકાસ 26 ટકા વધીને 29.88 અબજ ડોલરે પહોંચી, આયાતમાં 57 ટકાનો ઉછાળો

author img

By

Published : Dec 2, 2021, 3:45 PM IST

  • ભારતનું અર્થતંત્ર ધીમે ધીમે થઈ રહ્યું છે મજબૂત
  • દેશની નિકાસ નવેમ્બરમાં 26.49 ટકા વધી
  • દેશની નિકાસ 29.88 અબજ ડોલર અને આયાત 53.15 અબજ ડોલરે પહોંચી

નવી દિલ્હીઃ નવેમ્બરમાં ભારતની કુલ નિકાસ 26.49 ટકા વધીને (Country's export of goods) 29.88 અબજ ડોલરે પહોંચી છે. જ્યારે આયાતમાં 57 ટકાનો ઉછાળો થયો છે. એન્જિનિયરિંગ, પેટ્રોલિયમ, રસાયણ અને દરિયાઈ ઉત્પાદનો જેવા ક્ષેત્રમાં સારી વૃદ્ધિથી નિકાસ વધી છે. ગયા વર્ષે નવેમ્બરમાં નિકાસ 23.62 અબજ ડોલર હતી.

આ પણ વાંચો- એરપોર્ટ ક્ષેત્રમાં 5 વર્ષમાં થશે 90,000 કરોડ રૂપિયાનું રોકાણ, નાગરિક ઉડ્ડયન સચિવે આપી માહિતી

દેશમાં નવેમ્બરમાં આયાત 53.15 અબજ ડોલર રહી

સરકાર તરફથી જાહેર કરાયેલા (The country's import-export statistics) આંકડા અનુસાર, નવેમ્બરમાં આયાત 53.15 અબજ ડોલર (Imports stood at $53.15 billion) રહી છે. આ ગયા વર્ષે આ મહિનાના 33.81 અબજ ડોલરની સરખામણીમાં 57.18 ટકા વધુ છે. આનાથી વેપાર નુકસાન 23.27 અબજ ડોલર રહ્યું હતું.

વાણિજ્ય મંત્રાલયે આપી માહિતી

તો વાણિજ્ય મંત્રાલયે કહ્યું હતું કે, ભારતની વસ્તુ નિકાસ એપ્રિલ-નવેમ્બર 2021માં 262.46 અબજ ડોલર રહી હતી. આ ગયા વર્ષે એપ્રિલ-નવેમ્બર દરમિયાન 174.15 અબજ ડોલરની સરખામણીમાં 50.71 ટકા વધુ છે. જ્યારે એપ્રિલ-નવેમ્બર 2019ના 211.17 અબજ ડોલરની સરખામણીમાં 24.29 ટકા વધુ છે.

આ પણ વાંચો- પ્રત્યક્ષ વિદેશી રોકાણના માત્ર 29 જોગવાઈ જ મંજૂરી માટે પેન્ડિંગઃ DPIIT સચિવ

ચાલુ નાણાકીય વર્ષમાં આયાત વધી

આંકડાઓ અનુસાર, ચાલુ નાણાકીય વર્ષમાં એપ્રિલ-નવેમ્બર દરમિયાન આયાત 75.39 ટકા વધીને 384.44 અબજ ડોલર રહી હતી. ચાલુ નાણાકીય વર્ષના પહેલા 8 મહિનામાં વેપાર નુકસાન 121.98 અબજ ડોલર થયું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.