ETV Bharat / business

Budget 2022: NBFC ક્ષેત્ર માટે ASSOCHAMએ કાયમી પુનઃધિરાણની કરી હિમાયત - Credit support for NBFC

એસોચેમ (ASSOCHAM)એ આગામી સામાન્ય બજેટમાં NBFC સેક્ટર માટે રિફાઇનાન્સ સિસ્ટમ (Refinance system for NBFC sector) બનાવવા અને તેમને અગ્રતા સેક્ટર હેઠળની બેન્કો પાસેથી ક્રેડિટ આપવાનું સૂચન કર્યું છે.

Budget 2022
Budget 2022
author img

By

Published : Jan 10, 2022, 2:25 PM IST

Updated : Jan 10, 2022, 3:02 PM IST

નવી દિલ્હી: ઇન્ડસ્ટ્રી બોડી એસોચેમએ આગામી સામાન્ય બજેટમાં NBFC સેક્ટર માટે રિફાઇનાન્સિંગ સિસ્ટમ (permanent refinancing for NBFC sector) બનાવવા અને તેમને અગ્રતા સેક્ટર હેઠળ બેન્કો પાસેથી લોન આપવાનું સૂચન કર્યું છે.

NBFC માટે ધિરાણ સપોર્ટ સેક્ટરમાં તરલતા સુનિશ્ચિત કરશે

એસોચેમએ (ASSOCHAM) બજેટ પહેલા તેની ભલામણોમાં સરકારને જણાવ્યું હતું કે, નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ (NBFC) માટે (ASSOCHAM for NBFC Sector) ધિરાણ સપોર્ટ સેક્ટરમાં (Credit support for NBFC) તરલતા સુનિશ્ચિત કરશે. આ ક્ષેત્ર નાણાકીય સમાવેશ અને સુવિધાજનક નાણાકીય સેવાઓ પૂરી પાડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

સરકાર 1 ફેબ્રુઆરીએ નાણાકીય વર્ષ 2022 -23નું બજેટ રજૂ કરશે

ઇન્ડસ્ટ્રી બોડીએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક વર્ષોમાં NBFC સેક્ટરમાં (Refinance system for NBFC sector) બાહ્ય પરિબળોને કારણે તરલતાની તંગી જોવા મળી છે. આવી સ્થિતિમાં વ્યાજબી કિંમતે નાણાં ઉછીના લેવાની તેમની ક્ષમતાને અસર થઈ છે. એસોચેમે જણાવ્યું હતું કે, નેશનલ હાઉસિંગ બેન્કની (જે હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ અથવા HFCને ધિરાણ આપે છે) તર્જ પર NBFC માટે સીધી કેન્દ્રીય બેન્ક પુનઃધિરાણ વ્યવસ્થાની લાંબા સમયથી માગ રહી છે.

આ પણ વાંચો: Debt Reduction Plan : માથે ન રાખો દેવું, લોનથી મુક્તિ માટે આ રીતે કરો આયોજન

ઉદ્યોગ મંડળે સૂચન પ્રમાણે બેન્કો પાસેથી NBFCને પ્રાથમિકતા ક્ષેત્રની લોન મળવી જોઈએ

નાણાં પરની સંસદીય સ્થાયી સમિતિએ જૂન 2003માં NBFC માટે નવી પુનર્ધિરાણ સંસ્થા સ્થાપવાની ભલામણ કરી હતી. ઉદ્યોગ મંડળે સૂચન કર્યું હતું કે, બેન્કો પાસેથી NBFCને પ્રાથમિકતા ક્ષેત્રની લોન મળવી જોઈએ. મેમોરેન્ડમમાં જણાવ્યું હતું કે, "NBFC નાણાકીય સમાવેશમાં મહત્વની ભૂમિકા ભજવે છે અને બેન્ક વગરના લોકોને અનુકૂળ નાણાકીય સેવાઓ પૂરી પાડે છે. તેથી અમે સૂચવીએ છીએ કે, આ વ્યવસ્થા હેઠળ બેન્કો દ્વારા અગ્રતા ક્ષેત્રને આપવામાં આવતા ધિરાણના 10 ટકા પ્રદાન કરી શકાય છે.

આ પણ વાંચો: Higher Return on Investment : શેમાં રોકાણ કરવાથી વધુ વળતર મળશે? નિષ્ણાતો પાસેથી જાણો

Last Updated : Jan 10, 2022, 3:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.