ETV Bharat / business

BSNLએ સાડા છ વર્ષમાં 10 કરોડ ગ્રાહકો ગુમાવ્યા : RTI

author img

By

Published : Aug 2, 2021, 9:50 AM IST

BSNLએ RTI એક્ટ હેઠળ માંગવામાં આવેલી માહિતીમાં જણાવ્યું હતું કે, છેલ્લા છ નાણાકીય વર્ષોમાં લગભગ 1.35 કરોડ લેન્ડલાઈન ગ્રાહકોએ કનેક્સન પરત કર્યા છે. 1.35 કરોડ લેન્ડલાઇન જોડાણો ઘટાડવામાં આવ્યા છે. વાંચો અહેવાલ...

BSNL
BSNL
  • BSNLએ છેલ્લા 78 મહિનામાં તેના 9.22 કરોડ મોબાઇલ ગ્રાહકો ગુમાવ્યા
  • છ વર્ષોમાં લગભગ 13.5 કરોડ લેન્ડલાઇન ગ્રાહકોએ જોડાણો પરત કર્યા
  • MTNL કનેક્શન પરત કરનારા 7,225 ગ્રાહકોની ડિપોઝિટ પરત કરવાના બાકી

નવી દિલ્હી : ટેલિકોમ ક્રાંતિના યુગમાં જાહેર ક્ષેત્રની મોટી કંપની ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL)એ છેલ્લા લગભગ 78 મહિનામાં તેના 9.22 કરોડ મોબાઇલ ગ્રાહકો ગુમાવ્યા છે.

કંપનીએ 50 લાખથી વધુ લેન્ડલાઇન ગ્રાહકો ઉમેર્યા

BSNLએ માહિતીના અધિકાર (RTI) કાયદા હેઠળ માંગવામાં આવેલી માહિતીમાં જણાવ્યું છે કે, છેલ્લા છ નાણાકીય વર્ષોમાં લગભગ 13.5 કરોડ લેન્ડલાઇન ગ્રાહકોએ પણ જોડાણો પરત કર્યા છે, જ્યારે આ સમયગાળા દરમિયાન કંપનીએ 50 લાખથી વધુ લેન્ડલાઇન ગ્રાહકો ઉમેર્યા છે.

નવા ગ્રાહકોને ઉમેરવાની સંખ્યા વિશે માહિતી માંગી

BSNLના માહિતી અધિકાર (RTI) કાયદા હેઠળ જાન્યુઆરી 2015થી મે 2021 સુધી મોબાઇલ અને લેન્ડલાઇન કનેક્શન પરત કરનારા ગ્રાહકોની સંખ્યા અને નવા ગ્રાહકોને ઉમેરવાની સંખ્યા વિશે માહિતી માંગવામાં આવી હતી.

73,059 ગ્રાહકોને સિક્યોરિટી ડિપોઝિટ પરત કર્યા

અન્ય RTI અરજીના જવાબમાં મહાનગર ટેલિફોન નિગમ (MTNL)ની જુદી-જુદી કચેરીઓએ જણાવ્યું હતું કે, તેણે જાન્યુઆરી 2015 અને મે 2021 વચ્ચે કનેક્શન પરત કરનારા લગભગ 73,059 ગ્રાહકોને સિક્યોરિટી ડિપોઝિટ તરીકે રૂપિયા 11.50 કરોડ પરત કર્યા છે. MTNL કનેક્શન પરત કરનારા લગભગ 7,225 ગ્રાહકોની સિક્યોરિટી ડિપોઝિટ બાકી છે.

વર્ષ 2020-21માં 25,20,446 ગ્રાહકોએ લેન્ડલાઇન જોડાણો પરત કર્યા

BSNLના ડેપ્યુટી જનરલ મેનેજર (CDN) દ્વારા જારી કરાયેલા જવાબમાં જણાવવામાં આવ્યું છે કે, નાણાકીય વર્ષ 2020-21માં 25,20,446, 2019-20માં 28,30,261, 2018-19માં 17,96,567, 2017-18માં 22,81,771, 2016-17માં 19,55,101 અને 2015-16માં 22,08,713 ગ્રાહકોએ તેમના લેન્ડલાઇન જોડાણો પરત કર્યા છે.

આ પણ વાંચો : BSNLના કર્મચારીઓ દ્વારા ગ્રાહક સેવા કેન્દ્રનું કાઉન્ટર વહેલું બંધ કરાતા અરજદારોમાં રોષ

લેન્ડલાઇન ગ્રાહકોની કુલ સંખ્યા 76,75,683

જવાબમાં એવું પણ જણાવવમાંં આવ્યું કે, તેણે નાણાકીય વર્ષ 2020-21માં 3,35,084, 2019-2020માં 4,23,601, 2018-19માં 6,39,119, 2017-18માં 11,05,683, 2016-17માં 13,28,487 અને 2015-16માં 12,02,655 નવા ગ્રાહકો ઉમેરવામાં આવ્યા છે. એવું જણાવવમાં આવ્યું છે કે, 31 માર્ચ 2021 સુધીમાં BSNLના કુલ લેન્ડલાઇન ગ્રાહકોની સંખ્યા 76,75,683 છે અને મોબાઇલ ગ્રાહકોની કુલ સંખ્યા 11,63,20,795 છે.

2015થી 2021 સુધીમાં 9,22,10,990 મોબાઇલ ગ્રાહકોએ કનેક્શન પરત કર્યા

BSNLના ડેપ્યુટી જનરલ મેનેજર (સેલ્સ એન્ડ માર્કેટિંગ) દ્વારા જારી કરાયેલા અન્ય જવાબમાં જણાવવામાં આવ્યું છે કે, જાન્યુઆરી 2015થી મે 2021 સુધી કુલ 9,22,10,990 મોબાઇલ ગ્રાહકોએ કનેક્શન પરત કર્યા છે.

BCP વિસ્તારમાં કનેક્શન પરત કરનારા 2,738 ગ્રાહકોને ડિપોઝિટ પરત કરાઇ નથી

એક અન્ય RTI અરજીના જવાબમાં MTNLના ભીખાજી કામા પ્લેસના મેનેજર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, BCP વિસ્તારમાં જાન્યુઆરી 2015 અને 31 મે 2021 વચ્ચે કનેક્શન પરત કરનારા 12,626 ગ્રાહકોએને કુલ રૂપિયા 2,01,16,083 સિક્યોરિટી ડિપોઝિટ પરત કરવામાં આવી છે. જવાબ અનુસાર, આ સમયગાળા દરમિયાન BCP વિસ્તારમાં કનેક્શન પરત કરનારા 2,738 ગ્રાહકોને સુરક્ષા ડિપોઝિટ પરત કરવામાં આવી નથી. આ ઝોનમાં આ સમયગાળા દરમિયાન 39,522 ગ્રાહકોએ જોડાણો પરત કર્યા છે. જ્યારે 24454 નવા જોડાણો આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો : પંચમહાલમાં BSNL ગ્રાહકોના લાખો રૂપિયા ફસાયા, આ છે કારણ...

2015થી 2021 સુધીમાં 4,52,21,507 રૂપિયા ડિપોઝિટ પરત કરાઇ

MTNLના જનરલ મેનેજર (પશ્ચિમ) તરફથી મળેલા જવાબ અનુસાર, પશ્ચિમ ઝોનમાં 1 જાન્યુઆરી 2015થી 31 મે 2021 વચ્ચે કનેક્શન પરત કરનારા 24,266 ગ્રાહકોને 3,53,14,466 રૂપિયાની સિક્યોરિટી ડિપોઝિટ પરત કરવામાં આવી છે. તેણે 3,721 ગ્રાહકોને સુરક્ષા ડિપોઝિટ પરત કરી નથી. MTNLના જનરલ મેનેજર (પૂર્વી/ટીવાય) દ્વારા જારી કરાયેલા જવાબમાં જણાવવામાં આવ્યું છે કે, જાન્યુઆરી 2015થી મે 2021 વચ્ચે કનેક્શન પરત કરનારા 28,923 ગ્રાહકોને 4,52,21,507 રૂપિયા સિક્યોરિટી ડિપોઝિટ તરીકે પરત કરવામાં આવ્યા છે.

7,244 ગ્રાહકોને 1,41,62,999 રૂપિયા પરત કરાયા

જનરલ મેનેજર (સેન્ટ્રલ)ની ઓફિસમાંથી RTI અરજીના જવાબમાં જણાવવામાં આવ્યું છે કે, આ સમયગાળા દરમિયાન 7,244 ગ્રાહકોને 1,41,62,999 રૂપિયા પરત કરવામાં આવ્યા છે. જ્યારે 766 જોડાણ પરત કરનારા ગ્રાહકોને સિક્યોરિટી ડિપોઝિટ પરત કરવામાં આવી નથી.

મોબાઇલ સેક્ટરમાં મે 2021 સુધી બજારમાં BSNL અને MTLનો હિસ્સો 10.17 ટકા

ટેલિકોમ રેગ્યુલેટર ટ્રાઇએ તાજેતરમાં એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે, દેશમાં ટેલિકોમ યુઝર્સની કુલ સંખ્યા 119.85 કરોડ છે. તેમાં જણાવવામાં આવ્યું કે, મોબાઇલ ફોન સેક્ટરમાં મે 2021 સુધીમાં બજારમાં BSNL અને MTLનો હિસ્સો 10.17 ટકા હતો. જ્યારે ખાનગી કંપનીઓનો હિસ્સો 89.83 ટકા છે. ટ્રાઈના જણાવ્યા અનુસાર લેન્ડલાઈન સેગમેન્ટમાં BSNLનો બજાર હિસ્સો 48.72 ટકા છે જ્યારે MTLનો હિસ્સો 9.07 ટકા છે.

BSNLનો સમાવેશ 15 સપ્ટેમ્બર 2000ના રોજ કરાયો

ભારત સંચાર નિગમ લિમિટેડનો સમાવેશ 15 સપ્ટેમ્બર 2000ના રોજ કરવામાં આવ્યો હતો. કંપનીએ 1 ઓક્ટોબર 2000ના રોજ ટેલિકોમ સેવાઓ અને નેટવર્ક મેનેજમેન્ટ અને ટેલિકોમ ઓપરેશન્સ (DTS)ને ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ સર્વિસીસ (DTS) વ્યવસાયિક ધોરણે 1 ઓક્ટોબર 2000ના રોજ સંભાળ્યો હતો. કંપની દિલ્હી અને મુંબઈ સિવાય સમગ્ર દેશમાં ટેલિકોમ સેવાઓ પૂરી પાડે છે. ત્યારે MTNLની સ્થાપના ભારત સરકાર દ્વારા 1986માં કરવામાં આવી હતી. તે દિલ્હી, નોઈડા, ગુરુગ્રામ, ફરીદાબાદ અને મુંબઈ તેમજ નવી મુંબઈ અને થાણે વગેરે વિસ્તારોમાં ટેલિકોમ સેવાઓ પૂરી પાડે છે.

આ પણ વાંચો -

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.