એર ઇન્ડિયા તરફથી જણાાવામાં આવ્યું છે કે ફ્લાઇટના ટેકઓફના અંતિમ ક્ષણો એટલે કે ગણતરીના કલાકો પહેલા મુસાફરો ઓછી કિંમતમાં ટિકીટ બુક કરાવી શકશે. જેમાં મુસાફરોને 40 ટકા સુધીનુ ડિસ્કાઉન્ટ મળવાને પાત્ર બનશે. ટિકીટનુ બુકિંગ એરપોર્ટ પર મુકવામાં આવેલ એર ઇન્ડિયાના કાઉન્ટર પર, વેબસાઇટ, એજન્ટ દ્વારા અથવા તો મોબાઇલ એપ્લિકેશનથી બુક કરાવી શકશે. જેટ એરવેઝ બંધ થતા અન્ય હરીફ કંપનીઓેએ ભાવમાં જે વધારો કર્યો હતો, જેથી મુસાફરોને હેરાન થવાનો વારો આવ્યો હતો. પરંતુ એર ઇન્ડિયાના આ નિર્ણયથી પ્રવાસીઓને રાહત મળશે.
જેટ એરવેઝની સુવિધા બંધ થવાને કારણે લોકોને હેરાન થવાનો વારો આવ્યો હતો. હરીફ કંપનીઓ પોતાની રીતે એર ટિકીટમાં ભાવ વધારો કરીને મુસાફરોને લૂંટી રહ્યા હતા, પરંતુ એર ઇન્ડિયા દ્વારા છેલ્લા કલાકોમાં ટિકીટ બુક કરાવનાર મુસાફરોને 40 ટકાનું સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ આપવાનુ જાહેર કર્યુ છે. ઉદાહરણ તરીકે જો દિલ્હીથી રાંચી જવા માટે 3 કલાક પહેલા ટિકીટ બુક કરાવો તો 40 ટકા ડિસ્કાઉન્ટ સાથે ફ્કત 1100થી 1200 રૂપિયાની દિલ્હીથી રાંચી સુધીનુ ભાડુ થશે