ન્યુયોર્ક : વિમાન બનાવનારી વૈશ્વિક કંપની બોઇંગે 12,000 થી વધુ લોકોને નોકરીઓ પરથી છૂટા કરી રહી છે. કોવિડ-19ની મહામારીના કારણે યાત્રા પ્રતિબંધોને કારણે ઉડ્ડયન ઉદ્યોગને મોટો આંચકો લાગ્યો છે. તેથી કંપની વધુ લોકોને નોકરીમાંથી છૂટા કરી શકે છે.
અમેરિકાની સૌથી મોટી ઉત્પાદક કંપની આ સપ્તાહ 6,770 અમેરિકન કર્મચારીયોને નોકરીમાંથી છૂટા કરશે, આ ઉપરાંત 5,520 કર્મચારીઓએ સ્વૈચ્છિક નિવૃત્તિ લેવાનું પસંદ કર્યું છે.
બોઇંગે જાહેરાત કરી હતી કે, તેની કંપનીના 10 ટકા કર્મચારીઓનો ઘટાડો કરશે, કંપનીના કુલ કર્મચારીની સંખ્યા લગભગ 1,60,000 છે.