નવી દિલ્હી : સેન્ટ્રલ રેલવેના PRO શિવાજી સુતારે પોતના ટ્વિટમાં જણાવ્યુ કે, 29 જૂન,2020થી હાલ દોડી રહેલી વિશેષ ટ્રોનો માટે તત્કાલ ટિકિટ બુકિંગની સુવિધા શરૂ કરવામાં આવી છે. હવે 30મી જૂન અને ત્યાર પછીની તારીખોમાં દોડતી ટ્રેનો માટે આ સુવિધા શરૂ થઇ જશે. સ્પેશિયલ ટ્રેનોમાં જે ટ્રેનનો નંબર 0થી શરૂ થઇ રહ્યો છે જેમાં તત્કાલ ટિકિટનું બુકિંગ કરી શકાશે.
રેલવેએ સોમવારે (29 જૂન 2020)થી તત્કાલ ટિકિટોનું બુકિંગ ફરીથી શરૂ કરી દીધું છે. તત્કાલ ટિકિટોનું બુકિંગ 200 શ્રમિક સ્પેશિયલ ટ્રેન અને સ્પેશિયલ રાજધાની ટ્રેનોમાં લાગુ થશે. સેન્ટ્રલ રેલવેના PRO શિવાજી સુતારે ટ્વિટ કરીને આ અંગે જાણકારી આપી છે. સુતારે ટ્વીટ કરીને જાણકારી આપી છે કે 30 જૂન અને તેની આગળની તારીખો માટે દોડનારી ટ્રેનોમાં આ સુવિધા શરૂ થશે.
આ નિયમોનું કરવુ પડશે પાલન
- તત્કાલ ટિકિટનું બુકિંગ કરતી વખતે આઇડી પ્રુફ સાથે રાખવુ પડશે
- એકથી વધુ પ્રવાસીઓ સાથે પ્રવાસ કરતા હોય તો કોઇ એકનું આઇડી પ્રુફ સાથે રાખવુ
- પ્રવાસ કરતી વખતે જરૂરિયાત પડે તો આઇડી પ્રુફની સાથે ટિકિટ બતાવવી જરૂરી છે.
- ટ્રેનમાં પ્રવાસ દરમિયાન પાસપોર્ટ, આધાર કાર્ડ, પેન કાર્ડ. વોટર આઇડી, કેન્દ્ર અથવા રાજ્ય સરકારના કર્મચારી તરીકે આઇડી પ્રુફ, બેન્કની પાસબુક, સ્કૂલ કે કોલેજનું આઇડી માન્ય રહેશે.
- કન્ફર્મ તત્કાલ ટિકિટ કોઇ કારણસર કેન્સલ કરાવી પડે તો તેનું રિફંડ નહી મળે.
- જો ટ્રેન કેન્સલ થાય તો ટિકિટની રકમ રિફંડ કરી દેવામાં આવશે.
ટીકિટ કાઉન્ટર પર ભીડથી બચવા માટે તમે આઈઆરસીટીની (ÍRCTC) ટિકિટ વેબસાઈટ પર પણ આ સુવિધાનો લાભ મેળવી શકો છે. આ માટે તમારે એડવાન્સમાં આ www.irctc.co.in વેબસાઈટ પર એક એકાઉન્ટ બનાવવાનું રહેશે.
ટ્રેનના પ્રવાસીઓ 30 જૂનથી પોતાનાની યાત્રા માટે તત્કાલ ટિકિટ બુકિંગની સુવિધાનો લાભ ઉઠાવી શકશે. સવારે 10 વાગેથી એસી ક્લાસ અને સવારે 11 વાગેથી સ્લીપર ક્લાસની માટે તત્કાલ ટિકિટનું બુકિંગ થશે. 12 ઓગસ્ટ સુધી તમામ સામાન્ય રેલ સેવાઓને બંધ કરી દેવામાં આવી છે. ભારતીય રેલવે તરફથી ગુરુવારે એક આદેશ જારી કરી આ માહિતી આપી હતી. આદેશમાં જણાવ્યું હતું કે, તમામ સામાન્ય પેસેન્જર સર્વિસ ટ્રેનો જેમાં મેલ અને એક્સપ્રેસ ટ્રેનો સામેલ છે, તે 12 ઓગસ્ટ સુધી બંધ રહેશે. નવા આદેશથી સ્પષ્ટ થઇ ગયું છે કે 12 ઓગસ્ટ સુધી હવે માત્ર સ્પેશિયલ ટ્રેન જ ચાલી શકશે. નોંધનીય છે કે, તત્કાલ ટિકિટ બુકિંગના નિયમોમાં ફેરફાર અંગે રેલવે દ્વારા હજી સુધી કોઇ માહિતી આપવામાં આવી નથી, આથી અગાઉના નિયમ મુજબ જ તત્કાલ ટિકિટનું બુકિંગ થશે. તત્કાલ ટિકિટ ઉપર ટ્રેનમાં પ્રવાસ કરતી વખતે તમારે તમારું ઓળખપત્ર સાથે રાખવાનું છે
જો તમે કન્ફર્મ તત્કાલ ટિકિટ કેન્સલ કરશો તો કોઇ રિફંડ મળશે નહીં. રેલવે તરફથી તમામ રૂપિયા કાપી લેવામાં આવશે. અલબત ટ્રેન કેન્સલ થાય અથવા તો ડાયવર્ટ થવાથી તમે ટ્રેનમાં બેસી શક્યા નથી તેવી સ્થિતિમાં તમને ટિકિટ કેન્સલ થતા સંપૂર્ણ રિફંડ મળશે.