- નવા મહિના ઓક્ટોબરથી રોજિંદા જીવનની અનેક ચીજ બદલાવવાની (important rules changes from 1st October) છે
- આ ફેરફારનો સંબંધ સામાન્ય વ્યક્તિના જીવન સાથે સંબંધિત છે, આમાં બેન્કિંગ નિયમો (Bank rules)થી લઈને LPG સહિત (LPG price) અનેક ફેરફાર સામેલ છે
- માર્કેટ રેગ્યુલેટર સેબી (SEBI) હવે મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોના હિતને ધ્યાનમાં રાખીને એક નવો નિયમ લઈને આવી છે
નવી દિલ્હીઃ ત્રણ દિવસ પછી 1 ઓક્ટોબરથી આપણે બધા નવો ફેરફાર (changes from 1 October 2021) જોઈ શકીશું. ઓક્ટોબરની શરૂઆતથી જ બેન્ક અને પગાર સાથે જોડાયેલા કેટલાક નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે.
ઓક્ટોબરથી રોજિંદા જીવનમાં ઉપયોગી ચીજવસ્તુઓ બદલાઈ જશે. આ ફેરફારનો સંબંધ સામાન્ય વ્યક્તિના જીવન સાથે સંબંધિત છે. આમાં બેન્કિંગ નિયમો (Bank rules)થી લઈને LPG સહિત (LPG price) અનેક ફેરફાર સામેલ છે. તો આવો જાણીએ કયા કયા ફેરફાર થવા જઈ રહ્યા છે.
1. પેન્શન નિયમ બદલાશે (Pension rules)
1 ઓક્ટોબરથી ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ (Digital life certificate)થી જોડાયેલા નિયમ બદલાઈ રહ્યા છે. હવે દેશના તમામ બુઝુર્ગ પેન્શનર્સ કે, જેમની ઉંમર 80 વર્ષ કે તેથી વધુ છે. તેઓ દેશના તમામ હેટ પોસ્ટઓફિસના જીવન પ્રમાણ સેન્ટરમાં ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ જમા કરાવી શકશે. આ માટે 30 નવેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો છે. જીવન પ્રમાણપત્ર જમા કરવાનું કામ પોસ્ટ ઓફિસના માધ્યમથી શરૂ થવા જઈ રહ્યું છે. આ માટે ભારતીય ડાક વિભાગે એ સુનિશ્ચિત કરવા માટે કહ્યું છે કે, જીવન પ્રમાણ સેન્ટરની આઈડી જો પહેલાથી બંધ હોય તો તેને સમયસર એક્ટિવ કરી લે
2. 1 ઓક્ટોબરથી નહીં ચાલે જૂની ચેકબુક (Cheque book rules)
1 ઓક્ટોબરથી ત્રણ બેન્કની ચેકબુક અને MICR કોડ ઈનવેલિડ થઈ જશે. આ બેન્ક છે, ઓરિએન્ટલ બેન્ક ઓફ કોમર્સ (OBC), યુનાઈટેડ બેન્ક ઓફ ઈન્ડિયા (United Bank of India) અને અલાહાબાદ બેન્ક (Allahabad Bank). આપને જણાવી દઈએ કે, આ બેન્ક એ છે કે, જેમનો હાલમાં જ અન્ય બેન્કોમાં વિલય થયો છે. બેન્કોના વિલય થવાથી એકાઉન્ટ હોલ્ડરના એકાઉન્ટ નંબરો, IFSC અને MICR કોડમાં ફેરફાર થવાના કારણે 1 ઓક્ટોબર 2021થી બેન્કિંગ સિસ્ટમ જૂના ચેકને રિજેક્ટ કરી દેશે. આ બેન્કોની તમામ ચેકબુક અમાન્ય થઈ જશે.
3. ઓટો ડેબિટ કાર્ડના બદલાશે નિયમ (auto debit rules)
1 ઓક્ટોબરથી ક્રેડિટ/ડેબિટ કાર્ડથી થનારા ઓટો ડેબિટ માટે RBI (Reserve Bank of India)નો નવો નિયમ લાગુ થઈ રહ્યો છે, જે અંતર્ગત ડેબિટ અને ક્રેડિટ કાર્ડ કે મોબાઈલ વોલેટથી થનારા કેટલાક ઓટો ડેબિટ ત્યાં સુધી નહીં થાય, જ્યાં સુધી ગ્રાહક પોતાની મંજૂરી ન આપે. 1 ઓક્ટોબર 2021થી લાગુ થનારા નવા Additional Factor Authentication નિયમ અનુસાર, બેન્કને કોઈ પણ ઓટો ડેબિટ પેમેન્ટના માધ્યમથી એકાઉન્ટથી પૈસા ડેબિટ કરવાની મંજૂરી માટે ગ્રાહકને 24 કલાક પહેલા એક નોટિફિકેશન મોકલવું પડશે. કસ્ટમરના ખાતાથી પૈસા ત્યારે જ ડેબિટ થશે, જ્યારે તે આને કન્ફર્મ કરશે. આ નોટિફિકેશન તમને SMS કે ઈ-મેલથી મળી શકે છે.
4. રોકાણ સંબંધિત નિયમોમાં થશે ફેરફાર (Mutual fund related rules)
માર્કેટ રેગ્યુલેટર સેબી (SEBI) હવે મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોના હિતને ધ્યાનમાં રાખીને એક નવો નિયમ લઈને આવી છે. આ નિયમ એસેટ અંડર મેનેજમેન્ટ (AMC) એટલે કે મ્યુચ્યુઅલ ફંડ હાઉસમાં કામ કરનારા જૂનિયર કર્મચારીઓ પર લાગુ થશે. એસેટ અંડર મેનેજમેન્ટ કંપનીઓના જૂનિયર કર્મચારીઓને 1 ઓક્ટોબર 2021થી પોતાની ગ્રોસ સેલરીનો 10 ટકા ભાગ તે મ્યુચ્યુઅલ ફંડના યુનિટ્સમાં રોકાણ કરવો પડશે. જ્યારે 1 ઓક્ટોબર 2023 સુધી ફેઝવાઈઝ આ સેલરીનો 20 ટકા થઈ જશે. આનાથી સેબીએ સ્કિન ઈન ધ ગેમ નિયમ ગણાવ્યો છે. રોકાણમાં લોક ઈન પીરિયડ પણ હશે.
5. LPG સિલિન્ડરોની કિંમતમાં થશે ફેરફાર (LPG price)
1 ઓક્ટોબરથી LPG સિલિન્ડરની કિંમતોમાં ફેરફાર આવશે. આપને જણાવી દઈએ કે, દર મહિનાની પહેલી તારીખે ઘરેલુ રસોઈ ગેસ અને કોમર્શિયલ સિલિન્ડર (LPG gas cylinder)ની નવી કિંમત નક્કી કરવામાં આવે છે.
6. પ્રાઈવેટ દારૂની દુકાનો બંધ (Liquor shop)
1 ઓક્ટોબરથી દિલ્હીમાં પ્રાઈવેટ દારૂની દુકાનો બંધ થઈ જશે. 16 નવેમ્બર સુધી ફક્ત સરકારી દુકાનો પર જ દારૂનું વેચાણ થશે. નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાએ કહ્યું હતું કે, નવી આબકારી નીતિ અંતર્ગત રાજધાનીને 32 ઝોનમાં વહેંચીને લાઈસન્સ ફાળવણીની પ્રક્રિયા કરવામાં આવી છે. હવે 17 નવેમ્બરે નવી નીતિ અંતર્ગત દુકાનો ખૂલશે.
આ પણ વાંચોઃ ટેસ્લા તેની સેલ્ફ ડ્રાઇવિંગ ચિપને સેમસંગ ઇલેક્ટ્રોનિક્સને આઉટસોર્સ કરશે