- અમેરિકાની બરાબરીમાં રૂપિયામાં 32 પૈસા ઘટાડો
- 9 મહિનાના સૌથી નીચેના સ્તર પર બંધ થયો
- 16 જુલાઈએ આ 75.18 રૂપિયા પ્રતિ ડોલર પર બંધ થયો હતો
આ પણ વાંચોઃ ઉછાળા સાથે શરૂ થયું શેર બજાર, નિફ્ટી મજબૂતી સાથે 14,000ને પાર
મુંબઈઃ બિઝનેસ સેશનની સમાપ્તિ પર આ અમેરિકાની બરાબરીમાં 32 પૈસા ઘટીને 75.05 રૂપિયા પ્રતિ ડોલર થયો છે, જે 9 મહિનાના સૌથી નીચેના સ્તર પર બંધ થયો હતો. શરૂઆતમાં ડોલરની બરાબરીમાં રૂપિયો 74,97 પર ખૂલ્યો હતો. ત્યારબાદ 74,78થી 75.14 રૂપિયા વચ્ચે વધ ઘટ થયો હતો. છેવટે અમેરિકી ડોલરની બરાબરીમાં 75.05 રૂપિયા પ્રતિ ડોલર પર બંધ થયો. આ ગયા વર્ષે 16 જુલાઈ પછીથી સૌથી નિમ્ન સ્તર પર બંધ થયો છે. 16 જુલાઈએ આ 75.18 રૂપિયા પ્રતિ ડોલર પર બંધ થયો હતો.
આ પણ વાંચોઃ છેલ્લા 12 મહિનામાં ભારતમાં ડિજિટલ પેમેન્ટમાં 76 ટકાનો વધારો
આ 6 દિવસમાં રૂપિયામાં 193 પૈસાનું નુકસાન થયું
રૂપિયામાં સતત છઠ્ઠા વેપાર સત્રમાં ઘટાડો થયો છે. આ 6 દિવસમાં રૂપિયામાં 193 પૈસાનું નુકસાન થયું છે. આ તમામની વચ્ચે વિશ્વની 6 પ્રમુખ ચલણની તુલનામાં ડોલરની સ્થિતિ દર્શાવનારો ડોલર સૂચકાંક 0.05 ટકા ઘટીને 92.12 પર રહ્યો હતો. વૈશ્વિક નિષ્ણાતોના મતે બ્રેન્ટ ક્રૂડ વાયદા 0.56 ટકાની તેજી સાથે 63.30 ડોલર પ્રતિ બેરલના સ્તર પર ચાલી રહ્યો છે.