એમેઝોનના સ્થાપક અને CEO જેક બેજોસ આગામી સપ્તાહમાં ભારત પ્રવાસે આવશે. તેઓ ઉદ્યોગપતિઓ સિવાય વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા અન્ય અધિકારિઓને મળે તેવી શક્યતા છે.
એમેઝોને ભારતમાં પોતાના વ્યવસાયમાં મહત્વપુર્ણ વધારો દેખાઈ રહ્યો છે. આ સાથે દેશના એક વ્યાપારિક વર્ગમાં આ અંગે નારાજગી પણ જોવા મળી રહી છે. વ્યાપારિક વર્ગોએ દાવો કર્યો હતો કે, એમેઝોન અને વોલમાર્ટની માલિકીવાળી ફ્લિટકાર્ટ સહિતના ઈ-કોમર્સ પ્લેટ ફોર્મ મોટુ વળતર આપીને FDIના નિયમોનો ભંગ કરી રહી છે.
ગત વર્ષે સરકારે વિદેશી રોકાણ સાથે ઈ-કોમર્સ માર્કેટપ્લેસના નિયમો કડક કર્યા હતાં. આ નિયમો અંતર્ગત પ્લેટફોર્મમાં ઉત્પાદનકર્તાઓના ઉત્પાદનો પર વળતર આપતા અટકાવે છે.
બેજોસની સરકારી અધિકારીઓ સાથેની પોતાની બેઠકમાં નિયમનકારી મુદ્દા પર ચર્ચા કરશે