નવી દિલ્હી: વૈશ્વિક ઉડ્ડયન સંગઠને શુક્રવારે કહ્યું હતું કે કોરોના વાઇરસના રોગચાળાને કારણે ભારતીય ઉડ્ડયન ક્ષેત્ર અને તેના પર આધારીત ઉદ્યોગોને 29 લાખ નોકરીઓ જોખમાઇ શકે છે.
કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા દેશવ્યાપી લોકડાઉન દરમિયાન 3 મે સુધી દેશભરમાં ફ્લાઇટ સેવાઓ સ્થગિત કરવામાં આવી છે.
આઈએટીએ ભારત માટે કહ્યું કે માહામારી દરમિયાન દેશમાં વિમાન ઉદ્યોગ અને તેના પર નિર્ભય ઉદ્યોગોમાં 29,32,900 નોકરીઓ જોખમાઇ શકે છે.
એસોસિએશને જણાવ્યું હતું કે ભારતીય બજારમાંથી કાર્યરત એરલાઇન્સની આવક પર 85,000 કરોડ રૂપિયાથી વધુની અસર થશે અને 2019 ની તુલનામાં મુસાફરોની આવકમાં ઘટાડો થશે.