વધુમાં જણાવવાનું કે, બંને દેશની વચ્ચે વેપારી સંબધોમાં સર્જાયેલી તંગદિલી દૂર કરવા માટે 11મા દોરની અતિમહત્વની બેઠક આજે અને કાલે યોજાવાની છે. દુનિયાની નજર આ બેઠક પર મંડાયેલી છે.
ચીનના ઉપ વડાપ્રધાન લિયૂ હે અને અમેરિકાના વેપારી પ્રતિનિધિ રોબર્ટ લાઈટાઈઝર અને અમેરિકાના નાણાપ્રધાન સ્ટીવ મેનુચિનની વચ્ચે વોશિગટનમાં 9-10 મે ના ચર્ચા થશે. આ ચર્ચા પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેઓ ચીનના 200 અબજ ડૉલરના મુલ્યના ઉત્પાદકો પર આયાત ડયૂટી 10 ટકાથી વધારીને 25 ટકા કરી દેશે.
ચીનના વાણિજ્ય મંત્રાલયે અમેરિકાના આ પગલાની સામે દુઃખ વ્યક્ત કર્યું છે, અને કહ્યું તે કે આવું થશે તો તેઓ જવાબી પગલા ભરશે. મંત્રાલયે કહ્યું છે તે ચીન આ અંગે દુઃખ વ્યક્ત કરે છે અને અમેરિકા તરફથી ડયૂટી વધારવાના નિર્ણય પછી તેઓ જવાબી પગલા ભરશે.