રેલવેએ રોડ ટ્રાન્સપોર્ટ અને સસ્તી એરલાઇન દ્વારા મળી રહેલી સ્પર્ધાને કારણે આ નિર્ણય કર્યો છે. આ ટ્રેનોનું ભાડુ વધારે હોવાને કારણે યાત્રાળુઓ મુસાફરી કરવાનું ટાળતા હતા. આ ટ્રેનમાં ખાલી રહેલી સીટને ભરવાનું રેલવેનું એક જ લક્ષ્ય છે, જો કે કયા રુટ પર આ નિર્ણય લાગુ કરવામાં આવશે તે હજુ નક્કી કરવામાં આવ્યું નથી.
રેલવે અનુસાર છેલ્લા ઘણા સમયથી શતાબ્દી, ગતિમાન અને તેજસ એક્સપ્રેસ જેવી ટ્રેનમાં 50 ટકા સીટ ખાલી રહેવાના આંકડા સામે આવ્યા છે.
જે ટ્રેનમાં પ્રવાસી ભાડામાં છુટ આપવામાં આવશે તેમાં અન્ય છૂટછાટો ઉપલબ્ધ રહેશે નહીં, તેમજ ડાયનેમિક ભાડુ પણ નહીં હોય. રેલવેએ દરેક ઝોનને 30 સપ્ટેમ્બર સુધીમાં આવી ટ્રેનોની સૂચિ તૈયાર કરવા જણાવ્યું છે.