સુરત સહિત ભારતભરમાં 4 એચ.એસ. કોડવાળી પ્રોડક્ટ પર સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગકારોએ સરકાર પાસે ડ્યૂટી લગાવાની માંગ કરાઈ છે. સુરતમાં રોજ અઢી કરોડ મીટર કાપડ તૈયાર થાય છે. જ્યારે રેડીમેડ સાડીઓ દેશ વિદેશમાં જાય છે. ત્યારે છેલ્લા કેટલાક વર્ષથી બાંગ્લાદેશ દ્વારા ભારતમાં એન્ટીડપિંગ અને 4 કોડ હેઠળ ભારતમાં કાપડ ઠાલવવામાં આવી રહ્યું છે. જેની સીધી અસર સુરત કાપડ ઉદ્યોગ ઉપર જોવા મળી રહી છે. ત્યારે સુરતના કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ કેન્દ્ર સરકારના બજેટથી આશાઓ રાખી બાંગ્લાદેશથી આવતા કાપડ પર પણ ડ્યૂટી લગાવા માટે માંગ કરી રહ્યા છે.
બાંગ્લાદેશ અને શ્રીલંકાનું 2018-19નું ટર્ન ઓવર 53 ટકા વધીને 1.07 બિલિયન યુ.એસ ડોલર વધતા ભારત પણ ચોંકી ઉઠ્યું.