નાયર સર્વિસ સોસાયટી તરફથી હાજર રહેલા વકીલની પાંચ સદસ્ય પીઠ સમક્ષ દલીલ કરવાની શરુઆત કરી છે. આ સાથે નિર્ણયને રદ્દ કરવાની માંગ કરવામાં આવી છે. મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇ, જજ આર એફ નરીમન, જજ એ. એમ. ખાનવિલકર, જજ ડી. વાય. ચંદ્રચૂંડ અને જજ ઇંદુ મલ્હોત્રાની સંવિધાન પીઠ પુર્નઃવિચાર અરજી પર સુનવણી કરી રહી છે. કુલ 64 બાબત પર સુનાવણી કરવામાં આવી રહી છે. જેમાં અમુક પુર્નઃવિચાર અરજી અમુક સ્થાનાંતરણ અરજીઓ સામેલ છે.
જો કે 28 સપ્ટેમ્બરે તાત્કાલિક CJI દીપક મિશ્રાના નેતૃત્વવાળી પાંચ સદસ્ય સંવિધાન પીઠે 4 : 1ની બહુમતીથી નિર્ણય આપતાં સબરીમલા મંદિરમાં બધી જ ઉંમરની મહિલાઓને પ્રવેશ આપવા બાબતે કહ્યું કે, આ પ્રતિબંધ જાતીય ભેદભાવ છે.