- રાજીવ ગાંધી વિશેની થોડી વાતો...
રાજીવ ગાંધીનો જન્મ 20 ઓગસ્ટ 1944ના રોજ મુંબઈમાં થયો હતો. રાજીવ ગાંધીનું પૂરું નામ રાજીવરત્ન ગાંધી હતું. રાજીવ ગાંધી જવાહરલાલ નેહરૂના પ્રપૌત્ર અને ફિરોઝ ગાંધી અને દેશની પ્રથમ મહિલા વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના પુત્ર હતા. રાજીવ ગાંધીનો શરૂઆતનો અભ્યાસ દેહરાદુનમાં થયો. ત્યારબાદ બંને ભાઈ એટલે કે, રાજીવ ગાંધી અને નાનાભાઇ સંજય ગાંધી લંડન પહોંચ્યા. રાજીવ પોતાનો એન્જીનીયરીંગનો અભ્યાસ અધુરો મુકી 1966માં ભારત પરત આવ્યા અને ત્યારબાદ AIR INDIA માં પાયલોટ બન્યા.
તે જ સમયે ભારતના વડાપ્રધાન ઈન્દિરા ગાંધી હતાં અને નાના ભાઈ સંજય પણ સક્રીય રાજકારણમાં હતા, પરંતુ રાજીવ રાજકારણથી દુર રહેવા માંગતા હતા. ત્યાર બાદ 1968માં ઈટાલીમાં સોનિયા ગાંધી સાથે મુલાકાત થઈ અને તેમના સાથે લગ્ન કર્યા. 23 જુન 1980 ના રોજ નાના ભાઈ સંજય ગાંધીનું પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ થતાં નાના ભાઈની જગ્યા લેવાનો સમય આવ્યો. સંજય ગાંધી હંમેશા ઈન્દિરા ગાંધીના સલાહકારની જેમ કાર્ય હતું. રાજીવ ગાંધી 1981માં અમેઠી, સીટ પરથી ચૂંટણી લડ્યા અને જીત્યા પણ. 31 ઓકટોબર 1984ના દિવસે મહિલા વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની હત્યા થતાં રાજકારણથી દુર રહેવા માંગતા રાજીવ ગાંધીએ માતાનો વારસો સંભાળ્યો. 1984ની ચૂંટણીમાં સૌથી વધુ સીટ 404 સીટ જીત્યા અત્યાર સુધીમાં સૌથી વધુ સીટ રાજીવ ગાંધીની આગેવાનીમાં જીત્યા હતા.