અરજદારનો આક્ષેપ છે કે તેમણે આ અંગે શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં લેખિત રજૂઆત કરી હોવા છતાં તેમની FIR લેવામાં આવી નથી. આ સાથે જ અરજદારનો આક્ષેપ છે કે, કબ્રસ્તાનનું ટ્રસ્ટ ગુજરાત વકફ બોર્ડ દ્વારા ચાલે છે. આ વિસ્તારના કોર્પોરેટર, કેટલાંક બિલ્ડર અને અન્ય રાજકીય વ્યક્તિઓએ વકફ બોર્ડ સાથે સાંઠગાંઠ કરી ટ્રસ્ટના રેકોર્ડ સાથે ચેડાં કર્યા છે. ખોટી સહીઓ, ઠરાવો અને સોગંદનામા દ્વારા જૂના ટ્રસ્ટીઓના નામ દૂર કરી નવા ટ્રસ્ટીઓના નામ ઉમેરવામાં આવ્યા છે.
તો નવા ટ્રસ્ટીઓ એક કોર્પોરેટરની મદદથી મ્યુનિસિપલ કોર્પોરેશનના JCBનો ઉપયોગ કરી કબ્રસ્તાનની જમીન સમતલ કરી રહ્યા છે. આ બાબતે પોલીસને વારંવાર રજૂઆતો કરવાં છતાં કોઇ પગલાં લેવામાં આવ્યા નથી. હાઇકોર્ટ દ્વારા શહેરકોટડા પોલીસ સ્ટેશનને આદેશ કર્યો છે કે,અરજદારની રજૂઆતના આધારે પોલીસ ફરિયાદ બને છે કે નહીં તે અંગે તપાસ કરે અને પોલીસ ફરિયાદ ન બનતી હોય તો અરજદારને લેખિતમાં જાણ કરે.