કોણ હતા ડૉ. શ્યામ પ્રસાદ મુખર્જી
6 જુલાઇ 1901ના રોજ કલકત્તાના એક પ્રતિષ્ઠિત પરિવારમાં ડૉ. શ્યામ પ્રસાદ મુખર્જીનો જન્મ થયો હતો. તેમના પિતા આશુતોષ બાબૂ તેમના સમયમાં ખ્યાતનામ શિક્ષાવિદ્દ હતા. હજુ તો જીવનની માત્ર અડધી ઇનિંગ જ પસાર કરી હતી. ત્યા તો ભારતીય સંસ્કૃતિના નક્ષત્ર અખિલ ભારતીય જનસંઘના સંસ્થાપક તથા રાજનીતિ તથા શિક્ષા ક્ષેત્રે ખ્યાતનામ એવા ડૉ. મુખર્જીની 23 જૂન, 1953ના રોજ તેમનુ મૃત્યુ નિપજ્યું હતું. શું આ વાસ્તવિક મૃત્યુ હતું કે, કોઇ ષડયંત્ર? વર્ષો પછી પણ એ રાજ હજી અકબંધ છે. જો કે ડૉ. શ્યામ પ્રસાદ મુખર્જીએ પોતાની પ્રતિભાથી સમાજને એક નવો પ્રકાશ આપ્યો હતો.
શું કહ્યું જે.પી નડ્ડાએ
જે. પી. નડ્ડાએ ડૉ. મુખર્જીની પુણ્યતિથી પર જણાવ્યું હતું કે," સમગ્ર દેશે ડૉ.શ્યામ પ્રસાદ મુખર્જીના મૃત્યુ પાછળના કારણો અંગેની તપાસ કરવાની માંગ કરી હતી, પણ પંડિત જવાહર લાલ નહેરૂએ તપાસ માટેના આદેશ ન હોતા આપ્યા, પંડિત નહેરૂએ કહ્યું હતું કે, ઇતિહાસ આ ઘટનાનો સાક્ષી છે, તેમનું બલિદાન વ્યર્થ નહી જાય, ભારતીય જનતા પાર્ટી તેમના મૃત્યુ પાછળના કારણની તપાસ કરીને જ રહેશે"
ડૉ શ્યામ પ્રસાદ મુખર્જીની પુણ્યતિથીના અવસર પર દેશના ગૃહ પ્રધાન એવા અમિત શાહે ટ્વિટ કરીને ડૉ. મુખર્જીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી, તો પોતાના ટ્વિટમાં લખ્યું હતું કે, "ડૉ. શ્યામ પ્રસાદ મુખર્જી માટે માત્ર રાષ્ટ્ર સર્વોપરી હતું. જેના માટે થઇને તેઓએ સત્તાનો પણ ત્યાગ કરીને દેશની એકતા અને અખંડતા માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દીધું હતું, એક દેશમાં બે વિધાન, બે પ્રધાન અને બે નિશાનના વિરુદ્ધ ડૉ, મુખર્જીએ સ્વતંત્ર ભારતનો પ્રથમ રાષ્ટ્રવાદી આંદોલન કર્યું હતું"
અમિત શાહે વધુમાં લખ્યું હતું કે, "ભારતના પુન:નિર્માણના ઉદ્દેશ સાથે ડૉ. શ્યામ પ્રસાદ મુખર્જીઓ જનસંઘની સ્થાપના કરી હતી. આજના સમયમાં કોઇ વ્યક્તિ કોઇ પરમિશન વિના જમ્મુ-કાશ્મીરમાં જઇ શકે છે અને પશ્ચિમ બંગાળ ભારતનું એક અભિન્ન અંગ છે, તો તેની પાછળ ડૉ. મુખર્જીનું જ બલિદાન છે. આવા દેશભક્તના બલિદાન દિવસ પર તેમના ચરણોમાં કોટિ-કોટિ વંદન"
તો પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના અન્ય કાર્યકર્તાઓએ પણ ડૉ. મુખર્જીને શ્રદ્ધાંજિલ અર્પણ કરી હતી. તો આ સાથે જ પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ પણ ડૉ. શ્યામ પ્રસાદ મુખર્જીની પુણ્યતિથીની ઉજવણી કરવાની જાહેરાત કરી હતી.