ITR ફોર્મમાં એક ડ્રોપ ડાઉન મેન્યૂ આપવામાં આવ્યું છે. જેમાં આપ આપના ઈન્કમ ટાઈપને પસંદ કરી શકો છો.
ડ્રોપ ડાઉન મેન્યૂમાં પાંચ વિકલ્પ છે
(1) સેવિંગ્સ એકાઉન્ટ પર વ્યાજઃ ડ્રોપ ડાઉન મેન્યૂમાં પહેલા ઓપ્શનમાં ઈન્ટરેસ્ટ ફ્રોમ સેવિંગ્સ એકાઉન્ટ છે. જેમાં આપે એક વર્ષમાં તમામ બેંક સેવિંગ્સ એકાઉન્ટ અને પોસ્ટ ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટમાંથી મળેલ વ્યાજની રકમ સબમીટ કરવી પડશે.
(2) ડિપોઝીટ(બેંક, પોસ્ટ ઓફિસ, કો-ઓપરેટિવ સોસાયટી) પર વ્યાજઃ જો આપને ફિકસ્ડ ડિપોઝિટ, રિકરીંગ ડિપોઝિટમાં અને પોસ્ટ ઓફિસની કોઈપણ યોજનામાં પૈસા રોકયા હોય( પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટ, પોસ્ટ ઓફિસ મંથલી ઈન્કમ એકાઉન્ટ, સીનિયર સીટીઝન સેવિંગ્સ એકાઉન્ટ) તો તમારે આપના ITR-1માં ડ્રોપ ડાઉન મેન્યૂમાં બીજો વિકલ્પ પસંદ કરીને તેમાં રકમ ફીડ કરવાની રહેશે.
(3) ઈન્કમ ટેક્સ રિફંડ પર વ્યાજઃ ઈન્કમ ટેક્સ એક્ટ અનુસાર આપને મળેલ ટેક્સ રીફંડ ટેક્સેબલ નથી, પણ તેના પર મળેલ વ્યાજ ટેક્સના દાયરામાં આવે છે. જો રીફંડ ટેક્સ 10 ટકાથી વધારે હોય તો રીફંડ વિભાગ દ્વારા વ્યાજ અપાય છે. આપ તે ફોર્મ 26AS માં ચેક કરી શકો છો.
(4) ફેમિલી પેન્શનઃ સરકારી કર્મચારીના નિઘન પછી તેના પરિવારને મળનાર પેન્શનને ફેમિલી પેન્શન કહે છે. આ કર્મચારીની પત્નીને મળે છે. કર્મચારીને મળનાર પેન્શન જે ઈન્કમ ફ્રોમ સેલરીઝ હેઠળ આવે છે. તેનાથી વિપરીત ફેમિલી પેન્શન ઈન્કમ ફ્રોમ ધ અધર સોર્સિંઝ હેઠળ ટેક્સના દાયરામાં આવે છે.
(5) અન્ય આવકઃ ઉપર દર્શાવેલ આવક સિવાય જો આપને કોઈ આવક હોય તો તે ટેક્સના દાયરામાં આવે છે. આપે તેની પણ જાણકારી આપવી પડે છે. કંપની તરફથી મળેલી એફડી, સોવરેન ગોલ્ડ બોન્ડ અને ગિફ્ટ પણ ટેક્સના દાયરામાં આવે છે. જેથી અન્ય આવકો પણ આઈટીઆર-1માં દર્શાવવી પડશે.