ETV Bharat / bharat

2002માં ગુજરાત રમખાણોમાં થયેલી હિંસા આયોજિત હતી : SCમાં ઝાકિયા જાફરી - SIT

ગુજરાતમાં 2002ના દંગા(Gujarat riots) સંબંધિત કેસની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં(Supreme Court) ચાલી રહી છે. રમખાણોનો ભોગ બનેલા કોંગ્રેસના નેતા એહસાન જાફરીની(Congress leader Ehsan Jafri) પત્ની ઝાકિયા જાફરીએ સુપ્રીમ કોર્ટમાં(Zakia Jaffrey Supreme Court) જણાવ્યું હતું કે, ગુજરાત દંગાની હિંસા(Gujarat riot violence) જાણી જોઈને કરવામાં આવી હતી.

2002માં ગુજરાત દંગા હિંસા આયોજિત હતી: SCમાં ઝાકિયા જાફરી

author img

By

Published : Nov 24, 2021, 10:23 AM IST

  • સુપ્રીમ કોર્ટમાં ઝાકિયા જાફરીએ કહ્યું કે, ગુજરાત દંગા હિંસા 'આયોજીત' હતી
  • કાયદાના મહિમા સાથે વ્યવહાર લોકો જાનવરો જેવું વર્તન કરે છે
  • સિબ્બલે કહ્યું કે, મારી ફરિયાદ છે SIT પુરતી તપાસ કરી નથી

દિલ્હી: ગુજરાતમાં 2002ના દંગા(Gujarat riots) સંબંધિત કેસની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં(Supreme Court) ચાલી રહી છે, ત્યારે ઝાકિયા જાફરીએ મંગળવારે સુપ્રીમ કોર્ટમાં(Supreme Court) કહ્યું કે, 2002ના ગુજરાત દંગામાં હિંસા ઇરાદાપૂર્વક હતી. તેમજ પ્રજાસત્તાક એક વહાણ જેવું છે જે જો કાયદાનો મહિમા અકબંધ રહેશે તો સ્થિર રહેશે.

28 ફેબ્રુઆરી, 2002ના રોજ અમદાવાદની ગુલબર્ગ સોસાયટીમાં(Gulberg Society in Ahmedabad) હિંસા દરમિયાન માર્યા ગયેલા કોંગ્રેસી નેતા એહસાન જાફરીની પત્ની ઝાકિયા જાફરીએ ગુજરાતના તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી(CM Narendra Modi) સહિત 64 લોકોને SIT દ્વારા આપવામાં આવેલી ક્લીનચીટને પડકારી હતી.

કાયદાનું ગૌરવ ગંભીર રીતે કલંકિત કરવામાં આવ્યુંઃ જજની બેંચ

દંગા દરમિયાન મોટા ષડયંત્રનો આક્ષેપ કરનાર ઝાકિયા જાફરી તરફથી વકીલ કપિલ સિબ્બલે(Lawyer Kapil Sibal) જસ્ટિસ એએમ ખાનવિલકર, દિનેશ મહેશ્વરી અને સીટી રવિકુમારની ત્રણ જજોની બેંચને કહ્યું કે આ એવો કેસ છે જ્યાં કાયદાનું ગૌરવ ગંભીર રીતે કલંકિત કરવામાં આવ્યું છે. 2002ની ગોધરાની ઘટનાઓ અને ત્યારપછીના રમખાણોને રાષ્ટ્રીય દુર્ઘટના(National tragedy) તરીકે ગણાવતા સિબ્બલે કહ્યું હતું કે અરજદાર ચિંતિત છે કે જ્યારે લોકો કાયદાનો મહિમા સાથે કેવી રીતે વ્યવહાર કરે જ્યાં લોકો સાથે જાનવરો જેવું વર્તન કરે છે.

સત્તાવાર રેકોર્ડની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે તપાસ કરી નથી

સિબ્બલે બેન્ચને કહ્યું, આ હત્યા કે હિંસાના વ્યક્તિગત કેસ સાથે સંબંધિત નથી." આ એવી હિંસા છે જે જાણી જોઈને કરવામાં આવી હતી અને દસ્તાવેજો આ દર્શાવે છે. જાફરી દ્વારા રેકોર્ડમાં મૂકવામાં આવેલી સામગ્રીનો ઉલ્લેખ કર્યો હતો. કે, આ દસ્તાવેજો સત્તાવાર રેકોર્ડનો ભાગ છે અને સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) એ આ પાસાઓની તપાસ કરી નથી. અરજદાર કોઈ ખાસ વ્યક્તિનો ઉલ્લેખ નથી કરી રહ્યો અને ન તો તે કોઈની વિરુદ્ધ કાર્યવાહી કરવા ઈચ્છે છે. આ મુદ્દો વ્યક્તિઓ પર કાર્યવાહી કરવાના મુદ્દા કરતાં ઘણો વ્યાપક છે. તે દેશની રાજનીતિ સાથે સંબંધિત છે. રાષ્ટ્રીય કટોકટીમાં સંસ્થાઓએ કેવી રીતે કાર્ય કરવું તેની સાથે હોય છે. સાબરમતી ટ્રેનમાં જે બન્યું તે રાષ્ટ્રીય કટોકટી હતી.

સાબરમતી એક્સપ્રેસના કોચને સળગાવી દેવામાં આવ્યો હતા

ગોધરામાં સાબરમતી એક્સપ્રેસના(Sabarmati Express in Godhra) S-6 કોચને આગ લગાડવામાં આવી હતી, જેમાં 59 લોકોના મોત થયા હતા અને ત્યારબાદ 2002માં ગુજરાતમાં દંગા(Riots in Gujarat in 2002) થયા હતા. દલીલો દરમિયાન વકીલે કહ્યું કે, સાબરમતી એક્સપ્રેસની ઘટના પછી જે બન્યું તે રાષ્ટ્રીય દુર્ઘટના જેવું હતું. હું ચિંતિત છું કે જ્યારે લોકો પ્રાણીઓની જેમ વર્તે છે ત્યારે કાયદાનો મહિમા આવા મુદ્દાઓ સાથે કેવી રીતે વ્યવહાર કરશે. હું બંધારણને જોઈ રહ્યો છું અને મારી જાતને કહું છું કે, શું કાયદાના શાસન હેઠળ આપણી સિસ્ટમમાં આની મંજૂરી આપી શકાય છે અને જો તેને મંજૂરી આપવામાં આવી રહી છે તો પછી અમારી સુરક્ષા કોણ કરશે?'

SITએ ઘણા પાસાઓ અને સામગ્રીની તપાસ કરી નથીઃ સિબ્બલ

સિબ્બલે કહ્યું કે વિશેષ તપાસ ટીમે રેકોર્ડ પર ઉપલબ્ધ ઘણા પાસાઓ અને સામગ્રીની તપાસ કરી નથી અને ટ્રાયલ કોર્ટે પણ તેની તપાસ કરી નથી. ભાગ્યે જ કોઈની પાસે ષડયંત્રના પ્રત્યક્ષ પુરાવા હોઈ શકે છે અને તે પરિસ્થિતિગત પુરાવા પર આધારિત છે જે તપાસ પછી જ બહાર આવશે. જો તમે તપાસ નહીં કરો, તો તમે ક્યારેય સંજોગો શોધી શકશો નહીં તેમજ ક્યારેય ષડયંત્રનો પર્દાફાશ કરી શકશો નહીં. હું અહીં કોઈ ષડયંત્ર રચવા નથી આવ્યો. તે મારો વ્યવસાય નથી. આ SITનું કામ છે. મારી ફરિયાદ છે કે તપાસ કરી નથી.

રોહતગી બુધવારે દલીલો આપશે

સિબ્બલે કહ્યું પ્રજાસત્તાક એક વહાણ જેવું છે. તેને સ્થિર બનાવવું પડશે અને જહાજ ત્યારે જ સ્થિર રહેશે જ્યારે કાયદાનો મહિમા હશે. આ ઉપરાંત સિબ્બલે અગાઉ દલીલ કરી હતી કે ઝાકિયા જાફરીની 2006ની ફરિયાદ હતી કે, એક મોટું કાવતરું ઘડવામાં આવ્યું હતું. જેમાં અમલદારશાહીની નિષ્ક્રિયતા, પોલીસની મિલીભગત, દ્વેષપૂર્ણ ભાષણ-સૂત્રો અને હિંસાને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.

SITએ ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો

ગોધરા ટ્રેનની ઘટનાના એક દિવસ બાદ થયેલી હિંસામાં માર્યા ગયેલા 68 લોકોમાં પૂર્વ સાંસદ અહેસાન જાફરી(Congress leader Ehsan Jafri) પણ સામેલ હતા. SIT એ 8 ફેબ્રુઆરી 2012ના રોજ ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો હતો, જેમાં વડાપ્રધાન મોદી અને વરિષ્ઠ સરકારી અધિકારીઓ સહિત 63 અન્ય લોકોને ક્લીન ચિટ આપી હતી. અને કહ્યું હતું કે તેમની વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરી શકાય તેવા પુરાવા નથી.

ઝાકિયા જાફરીએ 2018માં સર્વોચ્ચ અદાલતમાં અરજી દાખલ કરીને ગુજરાત હાઈકોર્ટના 5 ઓક્ટોબર, 2017ના SITના નિર્ણય સામેની અરજીને ફગાવી દેવાના આદેશને પડકાર્યો હતો.

આ પણ વાંચોઃ Share Market સામાન્ય ઉછાળા સાથે શરૂ થયું, સેન્સેક્સ 59,000ની નજીક પહોંચ્યો

આ પણ વાંચોઃ ઇઝરાયેલ દ્વારા 5થી 11 વર્ષની વયના બાળકો માટે કોરોના રસીકરણ કરાયું શરૂ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.