- યજુવેન્દ્ર ચહલે ધનશ્રી વર્મા સાથે કર્યા લગ્ન
- 8 ઓગસ્ટના રોજ કરી હતી સગાઇ
- નવદંપતિ લગ્ન ફોટોગ્રાફ્સ ટ્વીટર અને ઇન્સ્ટાગ્રામમાં શેર કર્યા
હરિયાણા : ભારતીય ક્રિકેટ ટીમના સ્પિનર તેની વાગ્દત્ત ધનશ્રી વર્મા સાથે મંગળવારના રોજ લગ્નગ્રંથિથી જોડાયો છે. ઉલ્લેખનીય છે કે, આ યુગલે 8 ઓગસ્ટના રોજ સગાઇ કરી હતી. સોશિયલ મીડિયા પર બન્નેએ લગ્નના ફોટોગ્રાફ્સ શેર કર્યા હતા. હાલ આ ફોટોગ્રાફ્સ વાયરલ થઇ રહ્યા છે. ધનશ્રી વર્માએ લગ્નના ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયામાં શેર કર્યા છે. જ્યારે યજુવેન્દ્ર ચહલે પણ લગ્ન ફોટોગ્રાફ્સ ટ્વીટર અને ઇન્સ્ટાગ્રામમાં શેર કર્યા હતા.
-
22.12.20 💍
— Yuzvendra Chahal (@yuzi_chahal) December 22, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
We started at “Once Upon A Time” and found “Our Happily Ever After,” coz’ finally, #DhanaSaidYuz for infinity & beyond! pic.twitter.com/h7k3G3QrYx
">22.12.20 💍
— Yuzvendra Chahal (@yuzi_chahal) December 22, 2020
We started at “Once Upon A Time” and found “Our Happily Ever After,” coz’ finally, #DhanaSaidYuz for infinity & beyond! pic.twitter.com/h7k3G3QrYx22.12.20 💍
— Yuzvendra Chahal (@yuzi_chahal) December 22, 2020
We started at “Once Upon A Time” and found “Our Happily Ever After,” coz’ finally, #DhanaSaidYuz for infinity & beyond! pic.twitter.com/h7k3G3QrYx
કોણ છે ધનશ્રી વર્મા?
ધનશ્રી વર્મા વ્યવસાયે ડૉક્ટર છે. તેને વર્ષ 2014માં નવી મુંબઇ સ્થિત ડીવાય પાટિલ ડેન્ટલ કોલોજમાં અભ્યાસ કરી છે અને તે એક ડેન્ટિસ્ટ છે. આ સાથે તે કોરિયોગ્રાફર અને યુટ્યુબર પણ છે. ધનશ્રી ઇન્સ્ટાગ્રામ પર નજર કરીએ તો જાણવા મળશે કે, ધનશ્રી વર્મા કંપનીની ફાઉન્ડર પણ છે. જ્યારે તેના ફોટોગ્રાફ્સ જોતા એવું કહેવું અતિશયોક્તિ નથી કે તે બ્યૂટી વિથ બ્રેઇનનું સંપૂર્ણ સંગમ છે.
યૂટ્યુબમાં પણ ફેમસ છે ધનશ્રી
ધનશ્રીની યૂટ્યુબ ચેનલ પણ વિખ્યાત છે. તેના 1.5 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. જ્યારે ધનશ્રી ઇન્સ્ટાગ્રામમાં પણ સક્રિય છે અને તેના ઇન્સ્ટાગ્રામમાં પણ 6 લાખથી વધુ ફોલોઅર્સ છે. તેને પોતાની યૂટ્યુબ ચેનલ માટે બોલીવુડની ઘણી હસ્તીઓ સાથે કામ કર્યું છે.
8 ઓગસ્ટ : યજુવેન્દ્ર ચહલે કોરિયોગ્રાફર ધનશ્રી વર્મા સાથે સગાઈ કરી
યજુવેન્દ્ર ચહલે પોતાના ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર એકાઉન્ટ પર સગાઈના ફોટો પોસ્ટ કર્યા છે. યજુવેન્દ્ર ચહલે ટ્વીટર પર #rokaceremony અને હાર્ટ ઈમોજી સાથે આ પોસ્ટ શેર કરી છે.